uttarpradesh news/ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ-SP ગઠબંધનમાં તણાવ: 100થી ઓછી બેઠકો નહીં સ્વીકારે કોંગ્રેસ

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election)પહેલાં વિપક્ષી ગઠબંધનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Top Stories India
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election)પહેલાં વિપક્ષી ગઠબંધનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election)પહેલાં વિપક્ષી ગઠબંધનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે બેઠક વહેંચણીને લઈને ખેંચતાણ વધી રહી છે. એક તરફ બંને પક્ષો વચ્ચે બેઠકોના સમીકરણો પર ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ સપાએ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેતાં કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. હવે કોંગ્રેસે પણ પોતાના વલણમાં કડકાઈ બતાવી છે. પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ત્રણ આંકડાથી ઓછી એટલે કે 100થી ઓછી બેઠકો સ્વીકારવામાં આવશે નહીં.

UP Election : સપાની ઉમેદવારોની જાહેરાતથી કોંગ્રેસ નારાજ

બેઠક વહેંચણી અંગે અંતિમ નિર્ણય થાય તે પહેલાં જ સમાજવાદી પાર્ટીએ પાંચ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓમાં અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને સહારનપુર જિલ્લાની બે બેઠકો પર સપાએ ઉમેદવારો ઉતારતાં કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ (Imran Masood)નારાજ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસનું માનવું છે કે ગઠબંધનના (Congress SP Alliance)સાથી પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ થયા બાદ જ ઉમેદવારો અંગે નિર્ણય લેવો જોઈએ.

 100થી ઓછી બેઠકો નહીં લેવાનું કોંગ્રેસનું વલણ

કોંગ્રેસના સાંસદ રાજેન્દ્ર પાલ ગૌતમે સપાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે સપાએ ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ ન કરવી જોઈતી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસને ગઠબંધનમાં સન્માનજનક બેઠકો મળવી જોઈએ. પાર્ટી ત્રણ આંકડાથી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. સાથે જ તેમણે તમામ નેતાઓને મર્યાદામાં રહીને નિવેદનો કરવાની સલાહ પણ આપી છે.

ઇમરાન મસૂદને બેહટ અને સહારનપુર ગ્રામીણ બેઠક જોઈએ

આ વિવાદમાં કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદની ભૂમિકા પણ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે બેઠક વહેંચણીની ચર્ચા દરમિયાન બેહટ અને સહારનપુર ગ્રામીણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની દાવેદારી રજૂ કરી હતી. જોકે, સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party)આ બંને બેઠકો પર પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ કારણે ઇમરાન મસૂદની (Imran Masood)નારાજગી વધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી પાસે બેઠકોની ભીખ માગી રહી નથી.

કોંગ્રેસે 130 બેઠકો માગી, સપાની 26 બેઠકોની ઓફર?

બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને (Samajwadi Party)130 બેઠકોની યાદી સોંપી હોવાની ચર્ચા છે. બીજી તરફ, સપા તરફથી કોંગ્રેસને માત્ર 26 બેઠકો આપવાનો પ્રસ્તાવ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આટલા મોટા અંતરને કારણે બંને પક્ષો વચ્ચે સહમતી સધાતી નથી. કોંગ્રેસના નેતા રાકેશ રાઠોરે પણ ગઠબંધન અંગે તેમની સાથે યોગ્ય ચર્ચા ન થતી હોવાની નારાજગી વ્યક્ત કરી છે.

ગઠબંધનનું ભવિષ્ય બેઠક વહેંચણીના નિર્ણય પર

ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે મજબૂત પડકાર ઊભો કરવા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party)વચ્ચે એકતા જાળવવી બંને પક્ષો માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે, બેઠકોની સંખ્યા અને પસંદગીની બેઠકોને લઈને બંને પક્ષોના અલગ-અલગ દાવા મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. હવે સપા કોંગ્રેસની 100થી વધુ બેઠકોની માગણીને કેટલી ગંભીરતાથી લે છે અને બંને પક્ષો વચ્ચે સમજૂતી કેવી રીતે થાય છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર પૂર્ણ, CM યોગી સહિત આ દિગ્ગજ નેતાઓ મેદાનમાં

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોની યાદી આવી સામે

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ!