Rajkot News: રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પતંગનો દોરો ગળામાં (Kite String Accident) ફસાતાં 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. અતિક રિયાઝભાઈ ચૌહાણ 21 નવેમ્બરના રોજ સાંજે બાઈક લઈને ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત (Rajkot Youth Death) થયું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Kite String Accident: મિત્રના પિતાની દવા લેવા જતી વખતે દુર્ઘટના
મળતી વિગતો અનુસાર, 21 નવેમ્બરના રોજ અતિક પોતાના ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો. મિત્રએ તેના પિતાની તબિયત ખરાબ હોવાનું જણાવી દવા લેવા જવા માટે મદદ માગી હતી. જેથી અતિક બાઈક લઈને મિત્રના ઘરે જવા નીકળ્યો હતો.
જોકે, ઘરથી થોડે દૂર શેરીમાં બાઈક ચલાવતી વખતે અચાનક પતંગનો દોરો તેના ગળાના ભાગે ફસાઈ ગયો હતો. દોરાથી ગળામાં ગંભીર ઈજા થતાં અતિક લોહીલુહાણ (Kite Thread Injury) હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ આજે તેનું મોત નીપજ્યું હતું.
બે બહેનોનો એકનો એક ભાઈ હતો અતિક
અતિક ચૌહાણ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તે છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. યુવાન દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: પતંગના કાતિલ દોરાથી સુરતમાં 45 વર્ષીય યુવકનું ગળું કપાયું
આ પણ વાંચો: હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની કાર્યવાહી:સુરતમાં ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા 58 ઝડપાયા
આ પણ વાંચો: સુરતમાં મોપેડ લઈને નીકળેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાયું
