Surat News/ પતંગના કાતિલ દોરાથી સુરતમાં 45 વર્ષીય યુવકનું ગળું કપાયું

આ બનાવમાં એક 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું છે

Gujarat Surat

Surat News : પતંગના કાતિલ દોરાને કારણે સુરતમાં ગંભીર અકસ્માતનો એક બનાવ બન્યો છે. આ બનાવમાં એક 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું છે. નવી સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. યુવકનું નામ પશુપતિસિંહ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. જેના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

યુવકનું ગળું કપાયેલું જોઈને તાત્કાલિક સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા અને સમય બગાડ્યા વિના ઇજાગ્રસ્ત પશુપતિસિંહને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે. પતંગના દોરાની જીવલેણતાને કારણે ફરી એકવાર ગંભીર ઈજા થવાનો આ બનાવ સામે આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Uttarayan/ઉત્તરાયણમાં પતંગની દોરીથી 80 વર્ષીય વૃદ્ધનું ગળું કપાયુ, 16 લોકોનો ભોગ લેવાયો

ડાયમંડ સીટી/સુરતમાં મોપેડ લઈને નીકળેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાયું

દુર્ઘટના/બોરસદ ચોકડી બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળુ કપાયું