Vadodara News:વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં અચાનક 9 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલીના આદેશ જારી થતાં વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ બદલીઓમાં ખાસ કરીને લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓને ખસેડવામાં આવ્યા છે, જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓમાં અસર અને ચર્ચાઓ ચાલી રહી છે.આ આંતરિક બદલીના આદેશમાં તમામ પીઆઈને તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ફેરબદલને લઈને વિભાગીય સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બદલીઓ વહીવટી સુધારણા, કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા અધિકારીઓના રોટેશનના હેતુથી કરવામાં આવી છે.
બદલીની મુખ્ય વિગતો (ટ્રાન્સફર યાદી)
ભાદરવા પોલીસ સ્ટેશનના PI એ.ઓ. ભરવાડને ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી.
ડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન. ચૌધરીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા.
SOG પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડાને ડભોઈ પોલીસ સ્ટેશનમાં બદલી.
ડભોઈ પોલીસ સ્ટેશનના PI કે.જે. ઝાલાને IUCAW ખાતે બદલી.
IUCAW પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જી. દેસાઈને ભાદરવા પોલીસ સ્ટેશનમાં બદલી.
વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પી.આર. જાડેજાને શિનોર ખસેડાયા.
શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એન. ગોહિલને SOGમાં મૂકવામાં આવ્યા.
કરજણ પોલીસ સ્ટેશનના PI એ.કે. ભરવાડને વાઘોડિયામાં બદલી.
લીવ રિઝર્વના પીઆઈ બી.એમ. પટેલને કરજણ પોલીસ સ્ટેશનમાં બદલી.
આ બદલીઓથી વડોદરા ગ્રામ્ય વિસ્તારના અનેક મુખ્ય પોલીસ સ્ટેશનોમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે.
