Ahmedabad/ ઉત્તરાયણને લઈને સ્વાસ્થ્યને નુકસાનકારક ફરસાણની દુકાનો પર ચેકિંગ

એસ. જી હાઈવે પર આવેલી ઓસ્વાલ ફરસાણની દુકાનમાંથી સેમ્પલ લીધા, ઊંધિયા તેમજ જલેબીના રો મટીરિયલના સેમ્પલ લીધા

Ahmedabad Gujarat

ઉત્તરાયણ ને  હવે  ગણતરીના  દિવસો બાકી  છે. ત્યારે  અમદાવાદ  કોર્પોરેશનના  આરોગ્ય  વિભાગ  દ્વારા  મ્યુનિસિપલ હદ  વિસ્તારમાં  આવેલી મીઠાઈ  અને  ફરસાણની  દુકાનો  પર  ચેકિંગ  હાથ  ધર્યું  છે. જેમાં  કોર્પોરેશન  દ્વારા એસ. જી  હાઈવે  પર  આવેલી ખાણી પીણીના સ્ટોલ  પર ચેકિંગ  હાથ  ધરવામાં  આવ્યું હતું. જેમાં  આરોગ્યની  ટીમ  દ્વારા દુકાનોમાંથી  ઊંધિયા  જલેબીના  રો  મટીરીયલના  સૅમ્પલ  પણ  લેવામાં  આવ્યા  હતા.

પાણીની સમસ્યા / ગુજરાતના 17.57 લાખ પરિવારો શુદ્ધ પાણીથી વંચિત, દેશમાં શુદ્ધ …

ઉતરાયણના  તહેવારને  હવે  ગણતરીના દિવસો  બાકી  છે  ત્યારે  વર્ષમાં એક-બે  વખત  આળસ  ખંખેરીને  લોકોના  આરોગ્ય  સાથે  ચેડા ન થાય તે બાબતે  સભાન  હોવાનું  દર્શાવતા  કોર્પોરેશનના  આરોગ્ય  વિભાગ દ્વારા ઉત્તરાયણ  પર્વને લઈને શહેરમાં આવેલી  દુકાનો પર ચેકિંગ  હાથ  ધરવામાં  આવ્યું  હતું.

new strein / જાપાનમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી હડકંપ,બ્રાઝિલથી…

ચેકિંગમાં વેપારીઓ  દ્વારા  જલેબી   અને  ઊંધિયામાં વાપરવામાં  આવતી  વસ્તુઓના  સેમ્પલ લેવામાં  આવ્યા હતા. ત્યારે કોર્પોરેશનના  આરોગ્ય  વિભાગ  દ્વારા સેમ્પલો લઈને  તેને  ટેસ્ટિંગ  માટે  લેબમાં  મોકલવાની  તજવીજ  હાથ  ધરી  છે. કોર્પોરેશન  દ્વારા  ફરસાણ  તેમજ મીઠાઈ ની  દુકાનો પર  અચાનક  ચેકિંગ  હાથ  ધરતા  મીઠાઈના વેપારીઓમાં  ફફડાટ  વ્યાપી  જવા  પામ્યો  હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…