Ahmedabad News/ UKમાં નોકરીની લાલચ આપીને અમદાવાદના દંપતી સાથે 48 લાખની છેતરપિંડી

ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : શાહીબાગમાં રહેતા એક યુવક અને તેની પત્નીને UKમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ.48,00,000 ની છેતરપિંડી કરનારા મુંબઈના બે શખ્સો સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.

આ અંગે શાહીબાગમાં રહેતા પ્રતિંક શિવકુમાર ગાડેએ મુંબઈના તાડદેવમાં રહેતા વૈભવ શિંદે અને ધનલ શિંદે વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાંફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આરોપીઓ વૈભવ અને ધનલે પ્રતિક અને તેની પત્નીના જરૂરી દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મંગાવ્યા હતા.

બાદમાં આરોપીઓએ ઈમેઈલ દ્વારા નોકરી અંગેના ખોટા પ્રલોભનો આપીને દંપતીને વિશ્વાસમાં લીધું હતું. બાદમાં UKમાં નોકરી અંગેના ખોટા દસ્તાવેજો આપીને પ્રતિક ગાડે પાસેથી રૂ.48,00,000 લઈને છેતરપિંડી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ રહેવા માટે કૃષિ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો

આ પણ વાંચો:નોઈડાથી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.100ની 373 નકલી નોટ પકડાઈ

આ પણ વાંચો:કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં બોઇલર ફાટતા બે કામદારોના મોત