Ahmedabad News : રિંગ રોડ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને 100 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. ધરપકડ કરાયેલા યુવક પાસેથી 100 રૂપિયાના દરની 373 નકલી નોટો મળી આવી હતી.આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી નકલી નોટો નોઇડાથી કુરિયરમાં મંગાવી હોવાનું સામે આવ્યું છે. આ યુવકની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નાના ચિલોડા રીંગરોડથી સાબરમતી નદીના કોતર પાસે જતા પંપિંગ સ્ટેશન પાસે એક યુવક પાસે 100 રૂપિયાની નકલી નોટો છે. આ માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળે જઈને યુવકની તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા યુવક પાસેથી સેલોટેપ વીંટાળેલું પાર્સલ મળી આવ્યું હતું, જેમાં 100 રૂપિયાના દરની 373 નોટો મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ બાબુ શર્મા(19 વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, યુવકે ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપના માધ્યમથી નોઈડાથી નમન નામના વ્યક્તિને નકલી નોટોનો ઓર્ડર આપ્યો હતો.જે બાદ કુરિયરમાં નકલી નોટો નોઇડાથી અમદાવાદ આવી હતી.યુવકે આ નકલી નોટ કયા કામ માટે મંગાવી હતી, તે બાબતે તપાસ શરૂ કરી છે. હાલ યુવકની ધરપકડ કરીને નકલી નોટો કબજે કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આરોપીને નોઇડાથી કુલ 50 હજારની નકલી નોટ મંગાવી હતી જેની સામે 9 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીને 12,600 રૂપિયાની નકલી નોટો ભીડભાડવાળી જગ્યાએ જઈને વાપરી કાઢી છે, જ્યારે અન્ય નોટો પણ વાપરવારનો હતો તે અગાઉ જ આરોપીની ધરપકડ કરી છે
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનો જીવ ગયો
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના, બેના મોત
આ પણ વાંચો: Breaking News/રાજકોટના આટકોટ નજીક ભયાનક કાર અકસ્માત, આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત
