Not Set/ રાજકોટ: રમતાં રમતાં રિવોલ્વરનું ટ્રીગર દબાઈ જતા બાળકનું મોત

રાજકોટ, રાજકોટની ભોમેશ્વર સોસાયટીમાં ફાયરિંગ થતા ફફડાટ ફેલાઈ ગયો હતો. 9 વર્ષના એક બાળકે ભૂલથી આ ફાયરિંગ કર્યું. જેમાં તે બાળકનું જ કરુણ મોત નિપજ્યું. નિવૃત જમાદારના પૌત્ર જયવીરસિંહ નામનો રિવોલ્વરથી રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા બાળકને  ગંભીર ઈજા થઇ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે  સિવિલ હોસ્પિટલે […]

Gujarat Trending

રાજકોટ,

રાજકોટની ભોમેશ્વર સોસાયટીમાં ફાયરિંગ થતા ફફડાટ ફેલાઈ ગયો હતો. 9 વર્ષના એક બાળકે ભૂલથી આ ફાયરિંગ કર્યું. જેમાં તે બાળકનું જ કરુણ મોત નિપજ્યું. નિવૃત જમાદારના પૌત્ર જયવીરસિંહ નામનો રિવોલ્વરથી રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું.

ફાયરિંગ થતા બાળકને  ગંભીર ઈજા થઇ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે  સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જો કે વધુ સારવાર મળે તે પહેલાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો..ગાંધીગ્રામ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાંજે રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું તે  ગેરકાયદે રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.