komo by kaffa Ahmedabad Complaint: ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડ પર આવેલી નામાંકિત કેફે ‘કોમો બાય કાફા’ (komo by kaffa) માં ગ્રાહકને અત્યંત કડવો અને ગંદકીભર્યો અનુભવ થયો છે. કેફેની મોંઘીદાટ વાનગીમાંથી મરેલી માખી નીકળતા સંચાલકોની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે.

komo by kaffaમાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ
સિંધુભવન પર આવેલી આ જાણીતી કેફેમાં એક ગ્રાહકે ખાવા માટે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી. જ્યારે વાનગી ટેબલ પર આવી ત્યારે ગ્રાહક જોઈને ચોંકી ગયા હતા કે ગાર્લિક બ્રેડની અંદર મરેલી માખી પડી હતી. લાખો રૂપિયાનું ઇન્ટિરિયર અને ઊંચા ભાવ વસૂલતી આવી કેફેમાં હાઈજીન (સ્વચ્છતા) ના નામે મીંડું હોવાનું સામે આવતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો.
ભૂલ છુપાવવા ગ્રાહકને બિલ જ ન આપ્યું!
જ્યારે ગ્રાહકે આ ગંભીર બેદરકારી અંગે કેફેના મેનેજમેન્ટ અને સંચાલકોને ફરિયાદ કરી, ત્યારે આશ્ચર્યજનક રીતે સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મામલો થાળે પાડવા માટે ગ્રાહકને બિલ જ આપ્યું નહોતું. પુરાવા નાશ કરવા અથવા મામલો દબાવવા માટે બિલ ન આપીને ગ્રાહકને રવાના કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

કોર્પોરેશનના ચેકિંગ સામે સવાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા અવારનવાર સામાન્ય લારી-ગલ્લા પર ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ સિંધુભવન જેવી જગ્યાએ આવેલી આવી મોટી અને નામાંકિત રેસ્ટોરન્ટ્સમાં કેમ ચેકિંગ નથી થતું? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે આવી મોંઘીદાટ કેફે માત્ર દેખાવમાં જ આધુનિક છે, રસોડામાં તો ગંદકીનું જ સામ્રાજ્ય છે.
આ પણ વાંચો: ડોમીનોઝ પીઝાના ગ્રાહકને અપાયેલા પાર્સલમાં માખી નીકળતાં ફૂડ તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: ચોકલેટની મીઠાશ માણવાની કે માખી ખાવાની? ચોકલેટ ચાહકો આપો જવાબ
આ પણ વાંચો: હોટલનું ખાવાના શોખીનો ચેતજો ! લકઝૂરિયસ હોટલમાં સૂપમાંથી નીકળી મરેલી ગરોળી, ગરોળીવાળું સૂપ પી ગયો પરીવાર….
