maharastra news/ હેવાનીયતની હદ વટાવી! મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં 6 વર્ષની માસૂમ બાળકી પર એસિડ એટેક

મહારાષ્ટ્ર (Maharashtra) ના અહિલ્યાનગર જિલ્લામાં 6 વર્ષની બાળકી પર એસિડ એટેકની ઘટના. શાળાએથી ઘરે પરત ફરતી બાળકી પર અજ્ઞાત હુમલાખોરે તેજાબ ફેંક્યું.

NATIONAL Top Stories India
Maharashtra Acid attack on 6 year old girl

Maharashtra Acid attack on 6 year old girl: મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના વડગાંવ પાન ગામમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર એક અજ્ઞાત બાઇક સવારે એસિડ ફેંકી હુમલો કર્યો છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને ચકચાર મચી ગઈ છે.

Maharashtra : સરનામું પૂછવાના બહાને એસિડ ફેંક્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બુધવારે બપોરે બની હતી. માસૂમ બાળકી શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં બાઇક પર સવાર એક અજ્ઞાત વ્યક્તિએ તેને રોકી હતી. હુમલાખોરે બાળકી પાસે કોઈ સરનામું પૂછવાનું બહાનું કર્યું અને જેવી બાળકી ઉભી રહી, કે તરત જ નરાધમે તેના ચહેરા પર તેજાબ જેવો જ્વલનશીલ પદાર્થ ફેંકી દીધો હતો.

બાળકી દોડીને પાછી શાળાએ પહોંચી

અચાનક થયેલા આ હુમલાથી બાળકી ખરાબ રીતે દાઝી ગઈ હતી અને ચીસો પાડવા લાગી હતી. આવી હાલતમાં પણ બાળકી હિંમત હાર્યા વગર દોડીને પાછી પોતાની શાળાએ પહોંચી હતી. શાળાના શિક્ષકોએ સ્થિતિ પારખીને તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર આપી અને લોણીની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. હાલમાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકીની હાલત સ્થિર છે.

ગ્રામજનોનો ભારે આક્રોશ અને રસ્તા જામ

આ ઘટનાની જાણ થતા જ આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હતું. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ લોણી-સંગમનેર રોડ પર જામ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હુમલાખોરની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. લોકોમાં એટલો રોષ છે કે આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: કલોલમાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ એટેક, આરોપી ઝડપાયો

આ પણ વાંચો: AMTSમાં ફરજ બજાવતા કંડક્ટરની પૂર્વ પ્રેમિકા અને મિત્રએ એસિડ ફેંક્યો

આ પણ વાંચો: મહેસાણામાં છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક,હાલત ગંભીર