@રીમા દોશી. અમદાવાદ.
અમદાવાદ મહાનગરપાલિકામા ચુટાયેલા પ્રતિનિધીની ટર્મ પુર્ણ થઇ છે, ત્યારે પાંચ વર્ષના શાસન દરમિયાન સતાધારી પાર્ટી અને અધિકારીઓ વચ્ચે સતત કકળાટ થતા રહ્યા છે. કોર્પોરેટર્સ ફરીયાદ કરતા રહ્યા કે અધિકારીઓ સાંભળતા નથી. કામ થતુ નથી. વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગજગ્રાહ સતત ચર્ચામા રહ્યો છે.
આવો જાણીએ છેલ્લા પાંચ વર્ષમા અમદાવાદ મહાનગરપાલિકામા ચર્ચામા રહેલા વિવાદ…
આમ તો ધણા લાંબા સમયથી અમદાવાદ કોર્પોરેશનમા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે વિવાદ થતો આવ્યો છે પરંતુ તત્કાલીન મેયર બીજલ પટેલના સમયની ટર્મમા તો આ ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો. અવાર-નવાર કોઇને કોઇ મુદો ચર્ચામા રહેતો હતો. .અતેં તો તત્કાલીન કમીશ્નરની ફરિયાદ ગાંધીનગર સુધી કરવામા આવી હતી.
પાંચ વર્ષ દરમિયાન ચર્ચાના રહેલી ઘટના પર નજર કરીએ તો
- તત્કાલીન મેયરની જાણ બહાર તત્કાલીન મ્યુનિસિપલ કમીશ્નર વિજય નહેરા દ્વારા જીમ બનાવી દેવાતા બીજલ પટેલે વિરોધ કર્યો. જીમનો ઉપયોગ કરાય તે પહેલા તાળુ મારી દેવાયુ
- તત્કાલીન કમીશ્નર દ્વારા જાતે નીર્ણય કરી જેટ એટલે કે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી.ચુંટાયેલી પાંખને જાણ કરવામા આવી નહી જેને લઇ વિવાદ થયો હતો. જેટની દંડનાત્મક કાર્યવાહીને લઇને કોર્પોરેટરોમા રોષ ફેલાયો હતો. જેટના સભ્યો ખોટી રીતે દંડ કરતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો
- રસ્તાના કામ નહી થતા હોવાના મુદે નવા પશ્ચીમ ઝોનની બેઠકમા તત્કાલીન કમીશ્નર -અધિકારીઓ સાથે તત્કાલીન મેયર તેમજ ચુંટાયેલી પાંખને ભારે હોબાળો થયો હતો. તત્કાલીન કમીશ્નર દ્વારા અપશબ્દ બોલવાનો ચુટાયેલી પાંખ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો. વાત એટલી વણસી હતી કે તત્કાલીન કમીશ્નરને બદલવાની માંગ ગાંધીનગર કરવામા આવી હતી.
- તત્કાલીન મેયર દ્વારા માણેકચોકમાં સ્માર્ટ ટોયલેટ બનાવાની સુચના આપવા છતા તે અંગે કામગીરી નહી કરાતા બીજલ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો
- તત્કાલીન કમિશ્નર વિજય નહેરા દ્વારા વિવિધ નીચલી કમીટીના પાવર ઘટાડી દેવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીમા લાવવામા આવી હતી. જેનો વિરોધ થતા સ્ટેન્ડીંગ કમીટીએ આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો
- કોર્પોરેશન દ્વારા ટેક્સમા ખાલી-બંધની નીતીનો લાભ તત્કાલીન કમીશ્નર દ્વારા બંધ કરવામા આવ્યો હતો જે અંગે વિરોધ થતા ફરી લાભ ચાલુ કરવામા આવ્યો.
- કોરોનાના સમયમા એલજી હોસ્પિટલમા મોટા પાયે સંક્રમણ થતા થોડા દિવસ માટે તે બંધ કરવાનો નીર્ણય તત્કાલીન કમીશ્નર દ્વારા લેવામા આવ્યો. આ સાથે અન્ય નિર્ણયો તત્કાલીન કમીશ્નર દ્વારા લેવાતા ચૂંટાયેલા પ્રતિનીધીઓએ ફરીયાદ કરી હતી કે તત્કાલીન કમીશ્નર પોતે નિર્ણય કરી દે છે. પ્રજાની પ્રતિનિધી હોવાના નાતે નિર્ણયોની જાણ તેઓને થાય તે જરુરી છે.
- ઢોરવાડામા ગાયોના મોત બદલ વિપક્ષ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્ચુ ત્યારે તત્કાલીન કમીશ્નરની ગેહાજરીમા ડેપ્યુટી કમીશ્નર આવેદનપત્ર સ્વીકારે તેમ તત્કાલીન મેયર દ્વારા સુચના આપવા છતા આવેદનપત્ર નહી સ્વીકારાતા તત્કાલીન મેયર રોષે ભરાયા હતા
- આમ અનેક ઘટનાઓ એવી છે જે સતત ચર્ચામા રહી. સૌથી મહત્વની બાબત તત્કાલીન કમીશ્નર વિજય નહેરાની કરાયેલી અચાનક બદલી હતી. કોરનટાઇન હોવાને કારણે રજા પર ઉતરેલા વિજય નહેરાને અચાનક બદલી તેમના સ્થાને કમીશ્નર તરીકે મુકેશ કુમારની નીમણુંક કરવામા આવી. આમ પાંચ વર્ષમા એવી ધટનાઓ બની જેના કારણે અમદાવાદ કોર્પોરેશનનુ નામ ચર્ચામા રહ્યુ.
- ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…
haunted / ભારતના આ 10 રાજમાર્ગો છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…
launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…
કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ, એક ખુલ્લું કબ્રસ્તાન…
#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
