Gandhinagar News/ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને રૂ. ૫૦,૦૦૦ની સ્ટેટ ટોપ-અપ સહાય

વિકાસ મંત્રીએ કહ્યું કે વર્ષ 2025-26થી Pradhan Mantri Awas Yojana શરૂ કરવામાં આવી છે

Gujarat Gandhinagar
ધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) અંતર્ગત જેમના આવાસનાં કામો આર્થિક કારણોસર અધૂરા રહી ગયા હોય, તેઓ વધુ સારું અને સુવિધાયુક્ત મકાન બનાવી શકે તે માટે સહાયની રકમમાં રૂ. 50 હજારની વધારાની જોગવાઈ કરવામાં આવી છે

Gandhinagar News : વિધાનસભા ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) (ગ્રામીણ) હેઠળના લાભાર્થીઓને આર્થિક મદદ માટેની ‘સ્ટેટ ટોપ-અપ યોજના’ની વિગતો આપતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકનું ‘ઘરના ઘરનું’ સ્વપ્ન પૂર્ણ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 100 ટકા રાજ્ય ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ અંગે ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું કે વર્ષ 2025-26થી આ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) અંતર્ગત જેમના આવાસનાં કામો આર્થિક કારણોસર અધૂરા રહી ગયા હોય, તેઓ વધુ સારું અને સુવિધાયુક્ત મકાન બનાવી શકે તે માટે સહાયની રકમમાં રૂ. 50 હજારની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત, વર્ષ2021-17થી 2023-24 દરમિયાન કોઈ પણ કારણોસર અધૂરા રહેલા આશરે 18,000 જેટલા આવાસો પૂર્ણ કરવા માટે ₹ 90 કરોડની રકમની જોગવાઈ કરી છે. આ સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે. આ નિર્ણયથી હજારો પરિવારો પોતાનું મકાન પૂર્ણ કરી શકશે તેમ, તેમણે ઉમેર્યું હતું.

જ્યારે રાજ્યમાં વસતાં કાથોડી, કોડવાળિયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા જેવા આદિમજૂથોના નાગરિકોને આવાસ માટેની PM-JANMAN યોજના હેઠળ લાભાર્થીને રૂ. બે લાખની સહાય ચૂકવવામાં આવે છે.

જે અંતર્ગત વલસાડ જિલ્લાની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે વર્ષ 2024-25માં કુલ 671 અને વર્ષ 2025-26માં તા. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં 1205 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી છે.

આમ, રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ ક્ષેત્રે ‘સૌને આવાસ’નું લક્ષ્ય વધુ ઝડપથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ ગ્રામવિકાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડોનું કૌભાંડ, ઓનલાઇન સિસ્ટમને પણ ભ્રષ્ટાચારીઓએ તોડી પાડી!

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે 52 હજારની લાંચ લેતા અરવલ્લીમાં ગ્રામસેવક ઝડપાયો

આ પણ વાંચો :  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0,ગુજરાતમાં સૌને પોસાય તેવા મકાનોનું સપનું સાકાર થશે