Amreli/ બગસરામાં ભાજપના કાર્યકરનું ધાબા પરથી પડી જતા મોત

ચૂંટણી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના બગસરામાં ભાજપના કાર્યકર, પેજ પ્રમુખનું ધાબા પરથી પડી જતા મોતને ભેટ્યા છે. પાર્ટીનો ધ્વજ લહેરાવા જતા પગ લપસી ગયો હતો.ગુજરાતમાં આગામી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ટાણે જ બગસરાના મુંજીયાસર ગામે ભાજપના નેતાના નિધનથી શોકની લાગણી ફરી વળી છે. ભાજપનો ધ્વજ ધાબા પર લગાવતી વખતે પેજ […]

Gujarat

ચૂંટણી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના બગસરામાં ભાજપના કાર્યકર, પેજ પ્રમુખનું ધાબા પરથી પડી જતા મોતને ભેટ્યા છે. પાર્ટીનો ધ્વજ લહેરાવા જતા પગ લપસી ગયો હતો.ગુજરાતમાં આગામી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ટાણે જ બગસરાના મુંજીયાસર ગામે ભાજપના નેતાના નિધનથી શોકની લાગણી ફરી વળી છે. ભાજપનો ધ્વજ ધાબા પર લગાવતી વખતે પેજ પ્રમુખનું અકસ્માતે પડી જતા મોત નીપજ્યું છે.

વિગત મુજબ, કાળુભાઈ રાદડિયા પોતાના ધાબા પર લગાવવા માટે ચડ્યા હતા. જેથી અકસ્માતમાં તેમનો પગ લપસી જતા તેઓ જમીન પટકાયા હતા. જેથી તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેઓનું નિધન થયું છે. તેઓના નિધનને લઈ ભાજપમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું મૃત્યુ થતા ભાજપ અધ્યક્ષને સ્થાનિક આગેવાનોએ જાણ કરી છે. પેજ પ્રમુખનું સારવાર દરમિયાન મોત થતા અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયું છે.