Not Set/ રાજકોટ/ પૈસાની લેતી-દેતી મામલે ભાણેજે કરી મામાની હત્યા, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

રાજકોટમાં પૈસાની લેતી–દેતી મામલે યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં મામા–ભાણેજ વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઇ હતી. આ બબાલે એવુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ કે ભાણેજે મામાને મારવા છરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હયો. જણાવીએ કે મામા–ભાણેજની આ બબાલ કારખાના બહારના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ મામલે મળતી માહિતી અનુસાર શહેરના […]

Gujarat Rajkot

રાજકોટમાં પૈસાની લેતી–દેતી મામલે યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં મામા–ભાણેજ વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે બબાલ થઇ હતી. આ બબાલે એવુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ કે ભાણેજે મામાને મારવા છરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હયો. જણાવીએ કે મામા–ભાણેજની આ બબાલ કારખાના બહારના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર શહેરના યોગી પાર્ક ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એક ભાણેજ લેણા નીકળતા પૈસા લેવા માટે પોતાના જ મામાના કારખાને પહોંચ્યો હતો. ભાણેજ પર પૈસાનું ભુત એ હદે સવાર હતું કે તે પાઇપ અને છરી સાથે મામાને ધમકાવવા પહોંચ્યો હતો.

મામાના કારખાના પર પહોંચેલા ભાણેજે પહેલા મામાને પાઇપથી ડરાવ્યા, બે–ચાર નિષ્ફળ હૂમલાઓ પણ કર્યા અને છેલ્લે છરી કાઢી હુમલો કરવાનું શરુ કર્યું. જો કે સ્થળ પર હાજર એક શખ્સે યુવકને સમજાવીને પરત મોકલ્યો હતો.  હાલ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….