Ambalal Patel Forecast 2026: ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 22 થી 26 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબકી શકે છે. આ આગાહીને પગલે ખાસ કરીને ખેતીકામ કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની પ્રબળ શક્યતા : Ambalal Patel
વિગતો મુજબ, પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની અસર જોવા મળશે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની Ambalal Patel દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
12 ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી યથાવત
ઠંડી વિશે વાત કરતા અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. 18 થી 21 જાન્યુઆરી દરમિયાન નવા પશ્ચિમી વિક્ષેપને કારણે લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ખાસ કરીને કચ્છના નલિયામાં તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને પંચમહાલ તથા સાબરકાંઠામાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે. ધુમ્મસના કારણે રેલવે અને માર્ગ વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી શકે છે.

ખેડૂતો માટે ચિંતાના સમાચાર: પાકને નુકસાનની ભીતિ
ખેડૂતો માટે અંબાલાલ પટેલે ખાસ સાવચેતી રાખવાની સૂચના આપી છે. માવઠા અને વાતાવરણમાં આવતા ભેજના કારણે ઘઉં, જીરું અને શાકભાજી જેવા પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા અત્યંત જરૂરી છે. ૧૨ ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડીના રાઉન્ડ ચાલુ રહેશે, તેથી જાન્યુઆરીના બાકીના દિવસો ગુજરાત માટે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.
