સંબોધન/ PM મોદીની લોકપ્રિયતા સામે કોઇ ટકી શકે નહીં,પાટણની તમામ બેઠકો બહુમતીથી જીતીશું: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પાટણ મુલાકાત પધાર્યા છે. ત્યારે પાટણ લોકસભા બેઠક હેઠળની 7 વિધાનસભા બેઠક માટેની ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપે તૈયારીઓ આરંભી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પ્રવાસે આવેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ રવિવારથી બે દિવસના પાટણ જિલ્લાના પ્રવાસે છે

  કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પાટણ મુલાકાત પધાર્યા છે. ત્યારે પાટણ લોકસભા બેઠક હેઠળની 7 વિધાનસભા બેઠક માટેની ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે પાર્ટીના ચાલતા તમામ પ્રકારના આંતરિક વિખવાદ દૂર કરવા કડક સૂચના અપાઈ છે અને પક્ષ નક્કી કરે એ ઉમેદવારને જીતાડવા મહેનત કરવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં પાટણનું એક આગવું મહત્વ છે. આજે પાટણ લોકસભા હેઠળ 3 જિલ્લાની 7 વિધાનસભાની રાજકીય સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત હતા, તેમની પાસેથી અનેક પ્રકારના પ્રતિભાવ મળ્યા છે. આવનારા દિવસોમાં એમની જે અપેક્ષા છે એ અંગે પણ ચર્ચા કરી છે. ચર્ચા કર્યા બાદ મને વિશ્વાસ છે કે પાટણ લોકસભાની સાતેય બેઠકો ભાજપ પ્રચંડ બહુમતિથી જીતશે અને અગાઉ ક્યારેય ન મળી હોય એવી ભવ્ય જીત મળશે.