Gujarat Weather:આજે વહેલી સવારથી ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વારી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ઘેરાબંધી કરી છે. વહેલી સવારે ઠંડી અને વરસાદની સાથે ઠંડા પવનોથી રહેવાસીઓ ધ્રુજી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં માવઠું થયું છે. જેમાં અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના ખાંભામાં 2.99 ઈંચ,ભાવનગરના તળાજામાં 2.48 ઈંચ,ભાવનગરના મહુવામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ રાજ્યના અન્ય 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂકો છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેર સહિત તાલુકામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ (Rain) શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, જેમાં ભડાલી ઝાંપે, બોટાદ ઝાંપે, જિનાકા અને શ્રીજી સિનેમા રોડનો સમાવેશ થાય છે. બીજી તરફ, તાલુકાના ઘણા ગામોમાં વરસાદી માહોલ યથાવત છે, જેમાં અડારલા, લખનકા, માંડવધાર, રાણીયાલા, ગોરાડકા, ટાટમ, ગુંદાલા, પડાવદર, સમઢીયાલા, વાવડી, કેરાલા, રામપરા, ચિંતાપર, માલપરા, પટણાનો સમાવેશ થાય છે.
કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન
રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબારી ગામમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડ્યો હતો. ધોરાજી તાલુકાના નાની પરબારી ગામના ખેડૂતોને પાંચથી છ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. નાની પરબારી ગામમાં છેલ્લા છ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે જ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. કપાસ, મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો રડી પડ્યા છે.
તોફાની હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો
આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ પાછું આવ્યું છે. બોરસદના કવિતા, વેહારા, નાપા, દેદરડા, રાસ, ઝારોલા, દાવોલ, બોદલ, નિસરાયા, વાસણા, ખાનપુર અને રાણોલી સહિતના અનેક ગામોમાં સતત વરસાદ પડી રહ્યો છે. તોફાની હવામાનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચાર મહિનાની મહેનત બરબાદ કરી દીધી છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
