Gujarat News/ ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ, લઘુત્તમ તાપમાન 9-14 ડિગ્રી વચ્ચે પહોચ્યું

ગુજરાતમાં શિયાળાની ઠંડી ચાલુ છે. નલિયામાં 6°C સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું. IMD મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી (Cold wave)નો અહેસાસ રહેશે.

Top Stories Gujarat Breaking News
Cold wave

Gujarat News:ગુજરાતમાં શિયાળાની ઠંડીએ આ વખતે જોર પકડ્યું છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન હજુ પણ 10-14 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ્સ અનુસાર, રાજ્યમાં ડ્રાય વેધર છે અને સવારના સમયે ઠંડા પવનો સાથે હળવી ઠંડી (Cold wave) અનુભવાઈ રહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ તીવ્ર છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સાપેક્ષ રીતે ઊંચું છે.

ગુજરાતમાં ઠંડી (Cold wave) વધુ તીવ્ર બની

ગુજરાતના મુખ્ય શહેરોમાં તાજું લઘુત્તમ તાપમાન

શહેરો

તાપમાન

ભુજ 9.4 °C
ડીસા 10.4 °C
પોરબંદર 10.6 °C
કેશોદ 11.2 °C
ગાંધીનગર 11.5 °C
અમદાવાદ 12.6 °C
સુરેન્દ્રનગર 12 °C
અમરેલી 12.4 °C
વલ્લભ વિદ્યાનગર 14.4 °C

કચ્છના નલિયામાં તાપમાન વધુ નીચું નોંધાયું છે, જ્યાં તાજેતરમાં 6 °C આસપાસ રહ્યું છે અને રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. IMDના અનુસાર, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 °Cનો વધારો થવાની શક્યતા છે, પરંતુ આગામી દિવસોમાં પણ ઠંડી (Cold wave)નો અહેસાસ રહેશે.

Cold wave

દેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ઠંડી (Cold wave)એ રેકોર્ડ તોડ્યા છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3 °C આસપાસ નોંધાયું છે, જે સિઝનનું સૌથી નીચું અને છેલ્લા ત્રણ વર્ષમાં જાન્યુઆરીનું સૌથી ઠંડુ દિવસ છે. ગુરુગ્રામમાં 0.6 °C સુધી તાપમાન ગયું છે, જે શિમલા કરતાં પણ નીચું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સીવિયર કોલ્ડ વેવની સ્થિતિ છે. IMDએ રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે, જેમાં ગાઢ ધુમ્મસ, ફ્રોસ્ટ અને આરોગ્ય જોખમોની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2-3 દિવસમાં ઠંડી યથાવત્ રહેશે, પરંતુ 15-16 જાન્યુઆરી પછી તાપમાનમાં 2-4 °Cનો વધારો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન