Cold Wave in Gujarat 2026 : ગુજરાતમાં શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલથી રાજ્યભરમાં ઠંડીનો વધુ એક આકરો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના બરફીલા પવનો ફૂંકાતા આગામી 5 દિવસ રાજ્યમાં ઠુંઠવતી ઠંડી (Cold Wave) પડવાની શક્યતા છે
7 થી 12 જાન્યુઆરી સુધી Cold Waveનો પ્રકોપ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધપાત્ર રીતે વધશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં સતત વધઘટ જોવા મળશે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અહેસાસ થશે.
અમદાવાદ-ગાંધીનગરમાં પારો ગગડશે
રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગા સિટી અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધવાનું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંને શહેરોમાં તાપમાન ગગડીને 13 ડિગ્રીથી પણ નીચું જવાની શક્યતા છે. ખુલ્લા વિસ્તારોમાં પવનના કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે.

20 કિમીની ઝડપે ફૂંકાશે પવન
માત્ર તાપમાનમાં ઘટાડો જ નહીં, પણ પવનની ગતિ પણ લોકોની મુશ્કેલી વધારશે. રાજ્યભરમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા આ સૂકા અને ઠંડા પવનોના કારણે ‘ફીલ લાઈક’ ટેમ્પરેચર (અનુભવાતી ઠંડી) વાસ્તવિક તાપમાન કરતા પણ ઓછી હોઈ શકે છે.
આરોગ્ય વિભાગની સલાહ
ઠંડીના આ નવા રાઉન્ડને જોતા તબીબોએ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે અને રાત્રે ગરમ વસ્ત્રો પહેરવા અને સાવચેતી રાખવા સલાહ આપી છે. તેજ પવન અને ઘટતા તાપમાનને કારણે શરદી-ઉધરસ જેવા મોસમી રોગોનું પ્રમાણ પણ વધી શકે છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ભારે ઠંડીનો પ્રકોપ, આ રાજ્યો માટે એલર્ટ જારી
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, પરંતુ તીવ્ર ઠંડીના દિવસો ઘટ્યા
