રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના નો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોથી લઈને અનેક જાણીતી હસ્તિઓ પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. તો નેતાઓ પણ આ વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારે વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનાનો શિકાર બન્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. કરજણમાં ભાજપના નેતાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પહેલા એક નગર સેવક પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
