Lal Darwaja બજાર બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે
દિવાળીના તહેવારને લઈને વેપારીઓ અને દુકાનદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુકાનદારો અને ફૂટપાથ બજાર સારી ગ્રાહક સેવા જોઈને ખુશ છે. લાલ દરવાજા વિસ્તારમાં બે કિલોમીટરના વિસ્તારમાં લગભગ 4 હજાર લારી ગલ્લા અને ફૂટપાથની દુકાનો છે. આજે જ્યાં રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી હતી. દિવાળીના તહેવારને કારણે ઘરના સામાન અને કપડાની ખરીદીમાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
બજારમાં લોકો બહારગામથી પણ ખરીદી કરવા આવી રહ્યા છે
અમદાવાદના લાલ દરવાજા અને ભદ્ર બજાર(Bhadra Bazaar)માં તહેવારો દરમિયાન લોકોની ભીડ જામે છે. ખાસ કરીને અમદાવાદ શહેરની આસપાસના ગામડાઓમાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવે છે. રવિવારની રજાના કારણે શહેર બહારના લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં પોલીસ પણ તૈયાર જોવા મળી હતી.
ખાસ કરીને હજારોની સંખ્યામાં લોકો આવતા હોવાથી ટ્રાફિક જામ(Traffic Jam)ની સમસ્યા ન સર્જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે લાલ દરવાજાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લાલ દરવાજા ખાતેથી 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: આવતીકાલથી AMTSની બસો હવે લાલ દરવાજાથી થોળ સુધી દોડશે, આવતીકાલે CM કરાવશે સેવાનો પ્રારંભ
