@કૌશિક છાયા, કચ્છ
કચ્છનાં માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમા સળગી ગયાની ઘટના બની છે. આ જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. જેમાં આખું જહાજ આગમાં બળી ખાક થઇ ગયુ હતુ.
Gujarat / CM રૂપાણી : કોરોના સામે લડાઇ સારી રીતે લડયા, હવે રસી માટેની …
આ જહાજમાં ૮ક્રૂ મેમ્બરો હાજર હતા. આગ વધતા જોઇ જહાજના ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જેઓને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ આદમ સિધિક થૈમ (ભોલુ શેઠ) નું માલિકીનું આ જહાજ હતું.
આગની ઘટનામાં જહાજ આખું બળીને ખાખ થઇ ગયુ હતુ. આ જહાજના કેપ્ટન કરીમ નુરમામદ ડોસાણી, મોહશીન આદમ જાફરાણી, ચવાણ અબ્દુલ સુલેમાન શુભણીયા, સીધીક મામદ, ગોહીલ જાવેદ હુશેન, મામદ ઓસમાણ, સકીલ અબ્બાસ ભટ્ટી, અનવર અલીમામદ જુણેજા (રહે. તમામ) માંડવી સલાયાના ક્રુમેમ્બરોનો ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
Kutchh: કોરોના મહામારી વચ્ચે અંજલી આવી રીતે લાવી રહી છે લોકોના જીવનમ…
Bird Flue / ગુજરાતમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી સ્થાનીકોમાં ફફડાટ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
