ગાંધીનગરના અડાલજમાં એક મહિલા અને એક પુરૂષના અડધા બળેલા મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બંનેના મૃતદેહને સળગાવી દેતા પહેલા માથું શરીરથી અલગ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. બંને પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હકીકતમાં અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં એક મહિલા અને એક પુરૂષના અડધા બળેલા મૃતદેહ પડ્યા હતા. માહિતી મળતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં હાથ, માથું અને શરીરના અન્ય ભાગો અલગ-અલગ મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બંનેની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદથી આ મામલે તપાસ હાથ ધરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જો આ બંને પતિ-પત્ની હતા તો છેલ્લા એક મહિનાની ગુમ ફરિયાદ હોવી જોઈએ. ગુમ થયેલા લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં તેમના મૃતદેહ પાસે મળી આવેલી વસ્તુઓના આધારે ઓળખના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જે રીતે પોલીસને મૃતદેહ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે તેના પરથી પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે મૃતદેહ પરથી મળેલી વીતી ની તસ્વીર જાહેર કરીને લોકોને પણ અપીલ કરી છે કે જો ફોટો પરથી કોઈ વાલી વારસ હોય તો તેને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળ્યા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ અને હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી છે તો સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે બંને ખરેખર બંને મૃતદેહ કોના છે, શા માટે હત્યા કરવામાં આવી છે, કોણ છે હત્યારો જેવા મુદ્દાઓને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ક્ષમા બિંદુના લગ્ન પર ભડક્યા ભાજપના નેતા કહ્યું, મંદિરમાં લગ્ન કરવા દેશે નહીં
આ પણ વાંચો:દેશમાં ફરી 4 હજાર નવા કોરોના કેસ સામે આવ્યા, 26 લોકોના મોત, એક્ટિવ કેસ 22 હજારને પાર
આ પણ વાંચો:સચિન વાજેને એક કેસમાં માફી, એકમાં જામીન, પરંતુ આ કેસ ચાલુ રહેશે
