ગાંધીનગર.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા રચાયેલ સમિતિઓની વધુ વિગતો આપતાં વિધાનસભા સચિવ ડી.એમ.પટેલે જણવ્યું હતું કે, વિધાનસભાની જે વિવિધ ૧૪ સમિતિની રચના કરવામાં આવી છે, તેમાં નિયમો માટેની સમિતિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ગ્રંથાલય સમિતિમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં યોગેશ પટેલ, ગૌણ વિધાન સમિતિમાં પૂર્ણેશ મોદી, સરકારે આપેલી ખાતરી સમિતિમાં વલ્લભ કાકડિયા, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં મોહન ઢોડિયા, સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં મહેશ રાવલ, સદસ્ય નિવાસ સમિતિમાં હર્ષ સંઘવીની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આવી જ રીતે, સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિમાં મુકેશ પટેલ, અરજી સમિતિમાં અર્જુનસિંહ ચૌહાણ, વિશેષાધિકાર સમિતિમાં રાકેશ શાહ, સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિમાં જિતેન્દ્ર સુખડિયા, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં પ્રદિપ પરમાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં શંભુજી ઠાકોરની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
