Ahmedabad News/ અમદાવાદમાં સગાઈ તૂટ્યા બાદ સિંગરને બદનામ કરવાનો આરોપ, સુરેન્દ્રનગરની મહિલા સામે ગુનો નોંધાયો

ગુજરાતી સિંગરને (singer)ને બદનામ કરવા બિભત્સ કોમેન્ટ કરનાર મહિલા સામે કાર્યવાહી

Ahmedabad Gujarat Breaking News
singer

Ahmedabad News: ગુજરાતી સિંગર(singer)ની બદનામી ફરિયાદના કેસમાં અમદાવાદના નાના ચિલોડાની જાણીતી સિંગરની સગાઈ દુબઈમાં યુવકના અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તૂટી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગરની પૂનમ ઝાલા નામની મહિલા સામે સોશિયલ મીડિયા પર બદનામ કરતી બિભત્સ કોમેન્ટો કરવાનો આરોપ છે. નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

નાના ચિલોડા વિસ્તારમાં રહેતી અને ગુજરાતી ગાયક કલાકાર તરીકે કારકિર્દી ધરાવતી યુવતીની વર્ષ 2024માં સમાજના રીત-રિવાજ મુજબ સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવક દુબઈ નોકરી અર્થે જતો રહ્યો હતો.

સગાઈ પૂર્વે યુવકે એક યુવતી સાથે માત્ર મિત્રતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં તે દુબઈમાં એ યુવતીને મળતો હોવાનું સામે આવ્યું હતું. આ કારણે ગાયિકાએ વાતચીત બંધ કરી દીધી હતી.

આ સગાઈ તૂટવાનો વિવાદ (engagement break dispute) વધતાં યુવકના પરિવારે સગાઈ ન તોડવા દબાણ કર્યું હતું. આખરે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં સગાઈનો ખર્ચ પરત આપી દાગીના પરત લઈ લેવાની સ્પષ્ટતા સાથે સંબંધ તોડી નખાયો હતો.

સિંગર(singer)ની બદનામી થાય તેવીમાં સોશિયલ મીડિયા કોમેન્ટ કર્યોનો આરોપ

સગાઈ તૂટ્યા પછી જાન્યુઆરી-2026 થી જુલાઈ-2026 દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રહેતી પૂનમ ક્રિપાલસિંહ ઝાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ગાયિકાના પબ્લિક પેજ તેમજ મિત્રોની પોસ્ટ્સ પર અંગ્રેજીમાં અપશબ્દો અને અસભ્ય લખાણો લખ્યાનો આરોપ છે. સગાઈ તૂટવાની અદાવતમાં આ સોશિયલ મીડિયા બિભત્સ કોમેન્ટ (social media obscene comments) કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આરોપ મુજબ નાણાકીય લેવડદેવડ અને બદલો લેવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ગાયિકા ઉપરાંત તેના માતા-પિતા અને ભાઈની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે મહિનાઓ સુધી માનસિક ત્રાસ અપાતો રહ્યો હોવાનું કહેવાયું છે. આ સિંગર પરિવાર બદનામી (singer family defamation)ના મામલે ગાયિકા કંટાળી ગઈ હતી.

ગુજરાતી સિંગર બદનામી ફરિયાદ (Gujarati singer defamation complaint) નરોડા પોલીસ સ્ટેશનમાં આખરે ગાયિકાએ નરોડા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને લેખિત ફરિયાદ નોંધાવી છે. આ નરોડા પોલીસ ફરિયાદ (Naroda police complaint) બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: હરિયાણાના સિંગર અંકિત બાલિયાન હત્યા કેસમાં પોલીસનું મોટું ઓપરેશન, 2 શૂટર્સ ઠાર

આ પણ વાંચો: હરિયાણી સિંગર અંકિત બાલિયાન મર્ડર કેસમાં મોટો ખુલાસો; સીસીટીવીમાં કેદ થઈ હત્યાની ઘટના

આ પણ વાંચો: ઈરાનમાં સિંગર અહમદીને 74 કોરડા મારવાની ક્રૂર સજા, હિજાબ વગર ગીત ગાવા બદલ કોર્ટેનો ચુકાદો