Entertainment News/ ઈરાનમાં સિંગર અહમદીને 74 કોરડા મારવાની ક્રૂર સજા, હિજાબ વગર ગીત ગાવા બદલ કોર્ટેનો ચુકાદો

ઈરાનમાં 29 વર્ષની ગાયિકા પરસ્તૂ અહમદીને(Parastoo Ahmadi) હિજાબ વગર યુટ્યુબ પર દેશભક્તિ ગીત ગાવા બદલ અદાલતે 74 કોરડા મારવાની અને 2 વર્ષ માટે દેશનિકાલની સજા સંભળાવી છે, જેની વૈશ્વિક સ્તરે નિંદા થઈ રહી છે.

Trending Entertainment
Parastoo Ahmadi

Iran Singer Parastoo Ahmadi Punished: ઈરાનમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈરાનની 29 વર્ષની પ્રખ્યાત મહિલા સિંગર પરસ્તૂ અહમદી (Parastoo Ahmadi) ને અદાલતે 74 કોરડા મારવાની ભયાનક સજા ફટકારી છે. આ સિંગરનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે પોતાના એક ઓનલાઈન વાયરલ થયેલા લાઈવ કોન્સર્ટમાં હિજાબ વગર પરફોર્મન્સ આપ્યું હતું. આ ક્રૂર આદેશની દુનિયાભરના માનવાધિકાર સંગઠનો અને કલાકારોએ આકરી નિંદા કરી છે.

દેશભક્તિ ગીત ગાવા બદલ થઈ સજા(Parastoo Ahmadi)

આ સમગ્ર મામલો December 2024 માં યોજાયેલા એક કાર્યક્રમ સાથે જોડાયેલો છે. આ લાઈવ-સ્ટ્રીમ કોન્સર્ટમાં પરસ્તૂ અહમદીએ(Parastoo Ahmadi) હિજાબ વિના ઈરાનનું પ્રખ્યાત દેશભક્તિ ગીત ‘અઝ ખૂને જવાનાને વતન’ ગાયું હતું, જેને યુટ્યુબ પર લાખો લોકોએ જોયું હતું. ઈરાનની કટ્ટરપંથી કોર્ટે ઓનલાઈન “અશ્લીલ અને અનૈતિક સામગ્રી” ના પ્રસારણનો(Parastoo Ahmadi) આરોપ લગાવીને સિંગરને 74 કોરડાની સજા સાથે 2 વર્ષ માટે ઈરાન છોડવા પર અને 2 વર્ષ માટે તેની કલાત્મક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ કેસમાં પ્રોડક્શન ટીમના અન્ય 8 સભ્યોને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

દુનિયાભરમાં આક્રોશ, કાયદા પર ઉઠ્યા સવાલો

અમેરિકા સ્થિત ‘સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ ઇન ઈરાન’ ના ડાયરેક્ટર બહાર ગંદેહારી અને બ્રિટિશ અભિનેત્રી નાઝાનિન બોનિયાદીએ આ નિર્ણય પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. કાનૂની નિષ્ણાતોના મતે ઈરાનના ફોજદારી કાયદામાં મહિલાઓનું ગાવું કે સંગીત બનાવવું એ કોઈ ગુનો નથી, તેમ છતાં આવી સજા આપવી એ દર્શાવે છે કે ઈરાનની દમનકારી(Parastoo Ahmadi) વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી.


આ પણ વાંચો:કોમેડી શોમાં યુવકે કહી છોકરી સાથેની ગંદી વાત, હોબાળો વધતાં જ કંપનીએ નોકરીમાંથી હાંકી કાઢ્યો

આ પણ વાંચો:25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ

આ પણ વાંચો:12 કરોડનું બજેટ અને 400 કિલો સોનું, જાણો બોલિવૂડના સૌથી મોંઘા ગીત ‘ઘૂમર’ ની ભવ્યતા