World News/ અમેરિકાના શિકાગોમાં મોટો આતંક! SUV કારમાંથી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12 ઘાયલ

અમેરિકાના શિકાગો (Chicago) શહેરમાં શુક્રવારે મોડી રાત્રે એક શંકાસ્પદ SUV કારમાં આવેલા બે હુમલાખોરોએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સગીર અને મહિલાઓ સહિત 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત નાજુક છે.

international Top Stories World
Chicago

Chicago Mass Shooting Updates: અમેરિકામાં જાહેરમાં થતા ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શિકાગો(Chicago) શહેરમાં શુક્રવારે મોડી રાત્રે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રસ્તા પર એકઠી થયેલી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં મહિલાઓ અને એક સગીર સહિત કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો છે.

Chicago માં ભીડને ટાર્ગેટ બનાવી વરસાવી ગોળીઓ

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, શુક્રવારે (Chicago) રાત્રે એક શંકાસ્પદ એસયુવી (SUV) કાર રસ્તા પર ઉભેલા લોકોની ભીડ પાસે આવીને અચાનક ઉભી રહી હતી. કાર ઉભી રહેતાની સાથે જ તેમાંથી બે સશસ્ત્ર હુમલાખોરો બહાર આવ્યા હતા અને કંઈપણ વિચાર્યા વગર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલો એટલો ઝડપી હતો કે લોકોને ભાગવાનો મોકો પણ ન મળ્યો.

આ અંધાધૂંધ ગોળીબારમાં 8 પુરુષો અને 4 મહિલાઓ લોહીલુહાણ થયા છે, જેમની ઉંમર 17 થી 47 વર્ષની વચ્ચે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, ઘાયલો પૈકી 2 પુરુષોની સ્થિતિ અત્યંત ગંભીર છે. પોલીસે સીસીટીવી (CCTV) ના આધારે હુમલાખોરોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જોકે હુમલાનું કારણ હજુ અકબંધ છે.


આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત

આ પણ વાંચો :અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત

આ પણ વાંચો :લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત