World News/ અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત

અમેરિકા અને Iran વચ્ચેના કરાર બાદ વૈશ્વિક વેપાર માટે હોર્મુઝ જળમાર્ગ ફરી શરૂ થયો છે. જોકે, ઈરાને નવા કડક નિયમો જાહેર કરીને જહાજો માટે પસાર થવાના 48 કલાક પહેલાં મંજૂરી લેવાનું અને રૂટ આપવાનું ફરજિયાત કર્યું છે.

international Top Stories World
Iran

Iran Hormuz Strait New Rules: અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે થયેલા નવા કરારને પગલે, વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) દરિયાઈ માર્ગ ફરીથી ખોલી દેવાયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન(Iran) સરકારે આંતરરાષ્ટ્રીય જહાજો માટે કડક નિયમો લાગુ કરી દીધા છે. હવેથી કોઈ પણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી વિના અહીંથી પસાર થઈ શકશે નહીં. નવા નિયમ મુજબ, તમામ જહાજોએ આ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઈન અરજી કરી પોતાનો પૂરો રૂટ અને ટ્રાવેલ પ્લાન શેર કરવો ફરજિયાત રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરનારને ચીમકી અને વેપારીઓને મોટી રાહત

ઈરાનની(Iran) નવી સંસ્થા ‘પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ (PGSA) એ સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં રહેલી સંવેદનશીલ માઈન્સ (દરિયાઈ સુરંગો) ને કારણે સુરક્ષા હેતુથી આ નિર્ણય લેવાયો છે. જો કોઈ જહાજ નિયમો તોડશે તો તેની જવાબદારી માલિકની રહેશે. જોકે, કડક નિયમોની વચ્ચે ઈરાને મોટી રાહત આપતા જાહેરાત કરી છે કે, શરૂઆતના 60 દિવસ સુધી પસાર થતા જહાજો પાસેથી સુરક્ષા કે વીમા સહિતનો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે અને આ ખર્ચ ખુદ ઈરાન સરકાર ભોગવશે.

કરાર બાદ આ જળમાર્ગ પર દરિયાઈ વેપાર ફરી પાટા પર આવ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં રેકોર્ડતોડ 25 કોમર્શિયલ જહાજો અહીંથી પસાર થયા હતા, જે યુદ્ધના સમયગાળા દરમિયાન રોજના સરેરાશ માત્ર 7 જહાજો સુધી સીમિત થઈ ગયા હતા.


આ પણ વાંચો :3 મહિનાના લોડિંગ બાદ હોર્મુઝની ખાડી પાર કરી જહાજ દિશા ગુજરાતના દહેજ પોર્ટ પહોંચ્યું

આ પણ વાંચો :અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, હોર્મુઝ ખુલશે પણ 60 દિવસ બાદ લાગી શકે છે મોટો ટોલ ટેક્સ

આ પણ વાંચો :ઇઝરાયલે લેબેનોન છોડવું જ પડશે, અમેરિકા-ઇરાન કરાર વચ્ચે વિદેશ મંત્રીની ઇઝરાયલને ચેતવણી