Jagannath Rath Yatra 2025/ Live: જગન્નાથ કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ ગજરાજોનું પ્રયાણ

આ વર્ષે, 148મી રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંગમ લઈને આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Jagannath Rath Yatra 2025:અષાઢી બીજનો રૂડો અવસર આવી પહોંચ્યો છે, અને આ સાથે જગતના નાથ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા સાથે અમદાવાદની ભવ્ય રથયાત્રામાં નગરચર્યા પર નીકળશે. આ વર્ષે, 148મી રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંગમ લઈને આવી છે. ગુજરાતના આ પવિત્ર પર્વની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ સાથે થશે, જે ભગવાન જગન્નાથની આ ઐતિહાસિક યાત્રાને ઔપચારિક રીતે શરૂ કરશે.

મંતવ્ય ન્યૂઝનું મહાકવરેજ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા
ભગવાનના ત્રણેય રથ માણેકચોકથી રવાના થયા થોડી જ વારમાં ત્રણેય રથ નિજ મંદિર પરત ફરશે. જગન્નાથ મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું  ભગવાનના આગમનની કાગડોળે જોવાઈ રહી છે રાહ

ભગવાન જગન્નાથના દર્શન કરવા મંદિર બહાર ભક્તોની ભીડી
ભગવાન જગન્નાથજીની ધ્વજ પતાકા મંદિર પહોંચ્યા, ભગવાનનું સ્વાગત કરવા મંદિરમાં ભક્તો ઉમટ્યા

ભગવાન જગન્નાથનો રથ શાહપુર દરવાજા પહોંચ્યો
ભક્તિ મય માહોલ વચ્ચે ત્રણેય રથ શાહપુરથી રવાના થયા થોડી જ વારમાં નિજ મંદિર પહોચશે ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી

અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથાયાત્રા

ત્રણેય રથ તંબુ ચોકીથી આગળ નીકળ્યા અને ઘી કાંટાથી આગળ નીકળ્યા ગજરાજ

અમદાવાદ: શાહપુર દરવાજા ખાતે અખાડાની શરૂઆત
શાહપુર દરવાજા ખાતે અખાડાની થઇ શરૂઆત અખાડિયનોએ શાહપુર ખાતે બતાવ્યા કરતબ

અમદાવાદ: ભગવાનની રથયાત્રામાં અમી છાંટણા
દિલ્હી દરવાજામાં પણ થઇ વરસાદની શરૂઆત વરસાદ વરસતા ભક્તોમાં ખુશીનો માહોલ ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ: ત્રણેય રથ પ્રેમ દરવાજા તરફ આગળ વધ્યા
જગન્નાથજી, સુભદ્રાજી અને બભદ્રજીન ત્રણે રથ આગળ વધ્યા ચોખા બજાર કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ રથ  થયા રવાના. ભક્તોએ પણ જગતના નાથના ભાવથી કર્યા દર્શન

જગતના નાથની રથયાત્રામાં મેઘરાજાની પધરામણી
શાહપુર વિસ્તારમાં મેઘરાજાએ રથોનું સ્વાગત કર્યું મેઘરાજાએ અમી છાંટણાથી કરી વ્હાલાના વધામણા કર્યા છે વરસાદની શરૂઆત થતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો

ગાંધીનગર: CM ડેશબોર્ડ પરથી રથયાત્રાનું મોનિટરિંગ
અમદાવાદ શહેરમાં ભ્રમણ કરી રહી છે 148મી રથયાત્રા,  CM નિવાસસ્થાનથી કરવામાં આવી રહ્યું છે રિયલ ટાઈમ મોનિટરીંગ, CM ભુપેન્દ્ર પટેલે વિડિયો વોલ પરથી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે. રાજ્યના DGP વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા છે  મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ હજાર રહ્યા.

અમદાવાદ: અખાડાનો કાફલો પહોંચ્યો દિલ્હી દરવાજા
અખાડાનો કાફલો દિલ્હી દરવાજા પહોંચ્યો થોડી જ વારમાં રથ પણ દિલ્હી દરવાજા પહોંચશે આતુરતાથી ભક્તો ભગવાનની રાહ ભગવાન જોઇ રહ્યા છે,  જગન્નાથજીની એક ઝલક જોવા ભક્તો આતુર થઈ રહ્યાં છે

અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા
યાત્રાની આગેવાની કરતા ગજરાજ શાહપુર દરવાજા પહોચ્યા, 18 માંથી 3 ગજરાજન તોફાને ચડતા રથયાત્રામાંથી બાકાત કરાયા હતા. બાકીના 15 જેટલા ગજરાજ યાત્રાની આગેવાની કરી રહ્યા છે .

અમદાવાદ: અખાડાનો કાફલો કાલુપુરથી આગળ વધ્યો

સરસપુરથી કાલુપુર થઈ આગળ વધ્યા અખાડા વિવિધ કરતબ કરતા અખાડાઓ વધી રહ્યા છે આગળ ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે જોઈ રહ્યા છે રાહ

અમદાવાદ: વહેલી સવારે નીકળેલી રથયાત્રા પરત ફરી
સવારથી નીકળેલી રથયાત્રા દિલ્હી ચકલા ખાતે પહોંચી રથયાત્રાના આગેવાની કરતા ગજરાજ દિલ્હી ચકલા પહોંચ્યા, ગજરાજ પાછળ 101 ટેબ્લ-ટ્રક આગળ વધ્યા અને અખાડાના કરતબબજો,  જગન્નાથજી, સુભદ્રાજી અને બલબદ્રના રથ પણ દિલ્હી ચકલા પહોંચશે. દિલ્હી ચકલા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, ભગવાન જગન્નાથની એક ઝલક જોવા લોકો અધિરા બન્યા.

અમદાવાદમાં રથયાત્રામાંથી 2 ગજરાજનું કર્યું રેસ્ક્યુ 

રેસ્ક્યુ કરાયેલા ગજરાજને જગન્નાથ મંદિર લવાયા અને અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર હોવાથી રોડ બ્લોક મહાવતે જણાવ્યું હતું. ટ્રસ્ટ સહિત ફાયર દ્વારા રેસ્ક્યુની કવાયત કરવામાં આવી ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ગજરાજના રેસ્ક્યુ માટે રેસ્ક્યુ સ્થળે પહોચ્યા હતા.

અમદાવાદમાં ગત રથયાત્રામાં 65 બાળકો ખોવાયા હતા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર આપી માહિતી, ગત રથયાત્રામાં 65 બાળકો તેમના પરિવારોથી અલગ થયા હતા. પોલીસ દ્વારા તમામ બાળકોને શોધી કઢાયા હતા. આ વર્ષે 3500 CCTV સાથે AIથી મોનીટરીંગ થઇ રહ્યું છે  રથયાત્રામાં બાળકોની સુરક્ષા માટે ખાસ દેખરેખ રખાઇ રહી છે. યાત્રામાં જોડાયેલા તમામ ભક્તો પર પોલીસની નજર રાખવામાં આવી રહી છે. તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા અપાઇ રહી છે

પ્રેમ દરવાજા ભગવાનનું આગમન

ભગવાન જગન્નાથ સરસપુર મામાનાં ઘરેથી નીકળી પ્રેમ દરવાજા પહોંચી ગયા છે. થોડીવારમાં દિલ્હી ચકલા પહોંચશે. કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ ગજરાજોનું પ્રયાણ થઈ રહ્યું છે. વિવિધ ટેબ્લો-ટ્રકોનો કાફલો પ્રેમ દરવાજા તરફ પહોંચ્યો છે. ભગવાનના મોસાળથી આગળ વધી રહી છે રથયાત્રા. કાલુપુર સર્કલથી દિલ્હી ચકલા તરફ રથ આગળ વધી રહ્યો છે.

રથનું મોસાળમાં આગમન

અમદાવાદમાં સરસપુર મોસાળમાં ભાણિયા આવ્યા છે. ભાણિયાને વધાવવા માટે ભક્તો આતુર થયા છે. દૂરથી રથ દેખાતા મોસાળ ભક્તિમય બન્યું છે. મોસાળમાં ભાણેજને મામેરું અર્પણ કરવામાં આવશે. સરસપુરવાસીઓ ત્રણેય ભાઈ-બહેનને લાડ લડાવશે. આનંદ ઉમંગ ભર્યો જય કનૈયા લાલ કી…ના નાદ ગુંજ્યા છે. ભગવાનના વધામણા કરવા મામાના ઘરે ભારે ભીડ ભેગી થઈ છે. વ્હાલા ભાણેજોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. અમદાવાદમાં રથનું મોસાળમાં આગમન થતા અમીછાંટણા થયા છે. મેઘરાજાએ અમીછાંટણા કરી રથના વધામણા કર્યા છે. પહેલો રથ સરસપુર આંબેડકર હોલના સર્કલ સુધી પહોંચ્યો છે. અમદાવાદ ભગવાનના રથ સરસપુર તરફ રવાના થઈ ગયા છે. બંને રથ કાલુપુરથી સરસપુર તરફ થયા રવાના થયા છે, ભગવાનના બલભદ્રનો રથ પાછળ રહ્યો છે. કાલુપુર સર્કલથી જગન્નાથજી અને સુભદ્રાજીનો રથ રવાના થયો છે.

આ ઐતિહાસિક રથયાત્રાની દરેક ક્ષણને મંતવ્ય ન્યૂઝ દ્વારા ભવ્ય કવરેજ આપવામાં આવશે. રથયાત્રાના રંગો, ભક્તોનો ઉત્સાહ અને શોભાયાત્રાની ઝાંખીને દર્શકો સુધી પહોંચાડવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. દર્શકો ઘરે બેઠા આ આધ્યાત્મિક અવસરનો આનંદ માણી શકશે.
ભગવાનના આગમનથી રાયપુરમાં અમીછાંટણા
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ સરસપુર તરફ આગળ વધી રહ્યા છે. રાયપુર વિસ્તારમાં ભગવાનના આગમન સમયે વરસાદના અમીછાંટણા થયા છે. 
હવે રથ સરસપુર તરફ આગળ વધશે
અમદાવાદ રથયાત્રા નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે રથ સરસપુર તરફ આગળ વધશે.
અમદાવાદના દેત્રોજમાં રથયાત્રા 

નગરચર્યામાં જગન્નાથની યાત્રા નીકળી, પોલીસ સ્ટેશનમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.

સરસપુરમાં કરાયું ભંડારાનું આયોજન

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સંદર્ભમાં, જગન્નાથના નિવાસસ્થાન સરસપુરમાં ભાવિ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં મહાકાળી ધામના લોકો છેલ્લા ૨૫ વર્ષથી રથયાત્રાના દિવસે નિઃસ્વાર્થપણે હજારો લોકોને ભોજન કરાવતા આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે ૧૫૦૦૦ થી વધુ લોકો પ્રસાદ લેશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાના ટ્રકો સરસપુર પહોંચ્યા
અમદાવાદ રથયાત્રા નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. હાલમાં, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચી ગયા છે. રથયાત્રાના ટ્રકો અને ગજરાજ સરસપુર પહોંચી ગયા છે.
રથયાત્રા દરમિયાન ભાવનગર શહેરમાં વરસાદ

સરદારનગર, ઘોઘા સર્કલ વિસ્તારમાં વરસાદ, રૂપાણી સર્કલ, આતાભાઈ ચોકમાં વરસાદ, મુશળધાર વરસાદમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.

કાલુપુર રેલ્વે સ્ટેશન પર હાથી પહોંચ્યો

પ્રેમ દરવાજાથી કાલુપુર અને કાલુપુર બજાર જતો રસ્તો બંધ, ટ્રકો પાંચકુવા પહોંચી, એક એમ્બ્યુલન્સ ડાયવર્ટ કરવામાં આવી.

રથયાત્રામાં ગજરાજ કાલુપુર સર્કલ પર પહોંચ્યો

ઝાંકી અને ગજરાજ કાલુપુર પહોંચ્યા, રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે.

ગજરાજને કરાયો બાકાત 
ગજરાજ બેકાબૂ થતાં અમદાવાદ પોલીસે ટ્વિટ કર્યું છે કે ખારિયા વિસ્તારમાં બેકાબૂ વર્તનને કારણે, ગજરાજને રથયાત્રાથી દૂર રાખવામાં આવ્યો છે અને હાલ માટે, રથયાત્રા રાબેતા મુજબ ચાલુ છે.

સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરાની શરૂઆત થઈ

સરસપુરમાં યજમાન પરિવાર પણ અમદાવાદમાં 148 મી રથયાત્રા માટે ભગવાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.10  વર્ષની રાહ જોયા પછી, ત્રિવેદી પરિવારને મામેરા સમારોહ કરવાની તક મળી. દરમિયાન, સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરા સમારોહની શરૂઆત થઈ છે.

ખાડિયા પાસે ગજરાજ બન્યા બેકાબૂ, ભક્તોમાં મચી નાસભાગ એકને ઈજા 
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ખારિયા ગોલાવાડ પાસે લોકોની ભીડ જોઈને હાથી બેકાબૂ થઈ ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો. પ્રાણી સંગ્રહાલયના અધિક્ષક સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ડોક્ટરોની ટીમે હાથીને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધી. બેકાબૂ હાથીને કાબૂમાં લેવામાં આવ્યો છે. બેકાબૂ હાથીને બાંધીને રથયાત્રાની બાજુમાં લઈ જવામાં આવ્યો હતો. હાથી બેકાબૂ થઈ ગયો, જેના કારણે ટ્રકો ફસાઈ ગઈ. ખારિયામાં 15 મિનિટ સુધી ટ્રકો ફસાઈ ગયા બાદ, રથયાત્રા ફરી શરૂ થઈ ગઈ છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

એએમસીમાં મહંત દિલીપ દાસજીનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, મેયર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

ખાડિયામાં ગજરાજ અને ઝાંખી પહોંચી, ભગવાનના દર્શન માટે વિવિધ સ્થળોએ ભીડ ઉમટી, ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું

જય રણછોડ, માખણચોર, વિવિધ ઝાંખીઓના પડઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

ભાવનગરમાં ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સુભાષ નગરથી રથયાત્રા શરૂ થઈ, ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી.

ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર, સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાના સાવરણીથી રથનો રસ્તો સાફ કર્યો
મામેરાનો યાજમ ત્રિવેદી પરિવાર સરસપુર પહોંચ્યો

અમદાવાદના સરસપુર મોસાલ સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય પૂજા કરવામાં આવી રહી છે. તે સમયે મામેરાનો યાજમ ત્રિવેદી પરિવાર સરસપુર પહોંચ્યો છે, જ્યાં તેમણે સરસપુરમાં ભગવાન પશુરામની પૂજા કરી છે. ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇન સાથેનો એક સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યો છે અને ભગવાનને સોના-ચાંદીના આભૂષણો પણ અર્પણ કરવામાં આવ્યા છે. દર્શન માટે મંદિરની સામે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.

રથયાત્રામાં ભક્તોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ટ્રકો કોર્પોરેશન ઓફિસ સુધી પહોંચી અને અખાડા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.
વૃક્ષો વાવો અને પર્યાવરણનું રક્ષણ કરવાની થીમ પર એક ટ્રક જોવા મળી હતી.
રથયાત્રામાં એક ટ્રક પણ જોવા મળી હતી, જે વૃક્ષો વાવવાનો સંદેશ આપતી જોવા મળી હતી. નાગરિકોને પોતાના શહેરને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યથી ટ્રકની થીમ જોવા મળી હતી. મુગ્નો પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
રથયાત્રામાં મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદનું વિશેષ મહત્વ છે. ટ્રકમાંથી ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાથી ખમાસા ચોકડીથી આગળ આવ્યો. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ખમાસા ચાર રસ્તાથી હાથીઓ આગળ વધી ગયા છે, ભક્તોમાં ઘણો ઉત્સાહ છે.
ગજરાજ ઢાળની પોળ નજીક પહોચ્યા
રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. રથયાત્રા સાથે સંકળાયેલ ગજરાજ ઢાળની પોળ નજીક પહોંચી ગયું છે.

રથયાત્રામાં  અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા  

રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ભજન મંડળીઓએ ભાગ લીધો છે.

જમાલપુરની રાહબર સ્કૂલ પાસે ગજરાજ અને ટ્રક પહોંચ્યા

જમાલપુરની રાહબર સ્કૂલ પાસે ગજરાજ અને ટ્રક પહોંચ્યા. આ સાથે, રથયાત્રા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકઠા થયા છે.

સરસપુરમાં, રથ જ્યાં ઉભો છે ત્યાં રસ્તા પર પાણી છાંટીને તેને ઠંડુ કરવામાં આવે છે

ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન, રથ જ્યાં ઉભો છે ત્યાં રસ્તા પર પાણી છાંટીને તેને ઠંડુ કરવાની પરંપરા છે. આ કાર્ય મોટાભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાનને ઠંડક મળે છે અને બાળકો આખું વર્ષ સ્વસ્થ રહે છે.

ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લીધા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આજે પ્રારંભ થયો છે, તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમ લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુરના જગન્નાથ મંદિરે પહોંચ્યા અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લીધા.
આ રુટ પરથી પસાર થશે ભગવાન જગન્નાથની રથયાત્રા
જગન્નાથ મંદિર
જમાલપુર દરવાજા
રાયપુર ચકલા
ખાડીયા ચાર રસ્તા
કાલુપુર
સરસપુર
કાલુપુર સર્કલ
પ્રેમ દરવાજા
દિલ્હી ચકલા
શાહપુર દરવાજા
આર.સી.હાઇસ્કૂલ
પિતળીયા બંબા
પાનકોર નાકા
માણેક ચોક
મ્યુ. કોર્પોરેશન
જગન્નાથ મંદિર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિજ મંદિર પહોંચ્યા કરી પહિંદવિધિની શરૂઆત 

રથયાત્રા પહેલા રાસ ગરબા અને આદિવાસી નૃત્ય જોવા
મંદિર પ્રાંગણમાં ભક્તિમય માહોલ અને હર્ષઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે રથયાત્રા પહેલા રાસ ગરબા અને આદિવાસી નૃત્ય જોવા મળ્યું હતું. કહેવાય છે કે ભગવાનને રાસ અને આદિવાસી નૃત્ય ખુબજ પ્રિય છે. આ નૃત્ય ભગવાનને પૂજા રૂપે સમર્પિત કરવામાં આવે છે. આ રાસ અને નૃત્યથી
લોકસંસ્કૃતિ જળવાય છે.
અમિત શાહે રથયાત્રા નિમિત્તે પાઠવી સૌને શુભેચ્છા

અમિત શાહે રથયાત્રા નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા લખ્યું, “શ્રી જગન્નાથ રથયાત્રા એ સનાતન સંસ્કૃતિનો એક પવિત્ર તહેવાર છે, જે દેશના ખૂણે ખૂણે ભક્તો દ્વારા ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગુજરાત પણ મહાપ્રભુના આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યું છે. હું મહાપ્રભુ જગન્નાથજીને સૌના સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.”
ભગવાન ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે રથ પર સવાર 
નગરચર્યા માટે નંદીઘોષ, તાલધ્વજ અને દેવદલન નામના રથો સજાવીને તૈયાર કરવામાં આવ્યા છે. શોભાયાત્રામાં ભગવાનના રથોનું આધ્યાત્મિક અને પરંપરાગત મહત્વ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો સંચાર કરશે.
રથયાત્રાની શોભાયાત્રામાં પરંપરા મુજબ ભગવાન બલરામજીનો રથ ‘તાલધ્વજ’ સૌથી આગળ રહેશે, જે શક્તિ અને રક્ષણનું પ્રતીક છે. તેમની પાછળ બહેન સુભદ્રાજીનો રથ ‘દેવદલન’ શોભશે, જે શાંતિ અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. અંતે, ભગવાન જગન્નાથજીનો રથ ‘નંદીઘોષ’ ભવ્યતાથી આગળ વધશે, જે વિશ્વના નાથ અને ભક્તોના ઈષ્ટદેવનું પ્રતીક છે. ક્રમનું આધ્યાત્મિક મહત્વ રથયાત્રાને વધુ પવિત્ર બનાવે છે.
મહંતદિલીપદાસજીમહારાજનેજગદગુરુરામાનંદાચાર્યદિલીપદેવાચાર્યતરીકેઉચ્ચપદેનિયુક્તકરવામાંઆવ્યા
અષાઢીબીજનાપવિત્રદિવસે,રથયાત્રાનાશુભઅવસરેમહંતદિલીપદાસજીમહારાજનેજગદગુરુરામાનંદાચાર્યદિલીપદેવાચાર્યતરીકેઉચ્ચપદેનિયુક્તકરવામાંઆવ્યાછે.મહામંડલેશ્વરનાપદથીશરૂઆતકરનારાદિલીપદાસજીનીઆધ્યાત્મિકયાત્રાહવેજગદગુરુનાઉન્નતપદસુધીપહોંચીછે,જેભક્તોઅનેઅનુયાયીઓમાટેગૌરવનીક્ષણછે.
કેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહ જગન્નાથ મંદિર પહોંચ્યા
અષાઢી બીજના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે ભક્તિનો અનોખો માહોલ છવાયો છે. ભવ્ય ઉત્સવની શરૂઆત પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે જમાલપુરના જગન્નાથ મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મંગળા આરતીમાં સહભાગી થયા.

સવારે 4 વાગ્યે યોજાયેલી મંગળા આરતીએ મંદિર પરિસરને ભક્તિના રંગે રંગી દીધું છે.
ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ
અમદાવાદની રથયાત્રા, જે 1878થી જમાલપુરના જગન્નાથ મંદિર દ્વારા યોજાય છે, ગુજરાતનો સૌથી મોટો જાહેર ઉત્સવ છે. પુરી અને કોલકાતા બાદ ભારતની આ ત્રીજી સૌથી મોટી રથયાત્રા છે, જે લાખો ભક્તોના હૃદયમાં આધ્યાત્મિક ઉત્સાહ ભરે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથ નગરચર્યા પર નીકળે છે, જે શહેરની ગલીઓને ભક્તિના રંગે રંગી દે છે. “જય જગન્નાથ”ના નાદ સાથે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે, અને આ અવસર શહેરમાં એકતા અને ભક્તિનું અદ્ભુત દૃશ્ય સર્જે છે.
પહિંદ વિધિ અને મંગળા આરતી સાથે દિવસની શરૂઆત થઈ
જમાલપુરના જગન્નાથ મંદિરથી સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે દિવસની શરૂઆત થઈ. ત્યારબાદ, સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ યોજાશે, જે રથયાત્રાની શરૂઆતનું પવિત્ર સૂચક છે. આ વિધિમાં રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે, જે ભરૂચના ખલાસ સમુદાય દ્વારા પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. રથયાત્રાના રૂટ પર 101 ખાસ સજાવટ કરેલા ટ્રક્સ પણ શોભાયાત્રાનો ભાગ બનશે, જે આ ઉત્સવની ભવ્યતામાં ચાર ચાંદ લગાવશે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદ પોલીસે આ વર્ષે રથયાત્રાને સુરક્ષિત અને સરળ બનાવવા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આશરે 20,000થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી છે, જેમાં 17,500 અમદાવાદ શહેર પોલીસ, 2,500 અર્ધલશ્કરી જવાનો અને અન્ય સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. રથયાત્રાના રૂટ પર 3,200 સીસીટીવી કેમેરા અને અદ્યતન સૉફ્ટવેરની મદદથી ભીડનું નિરીક્ષણ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સુરક્ષા ટીમો રૂટ પર નજર રાખશે. આ ઉપરાંત, હોટેલો અને ભાડૂઆતોની તપાસ સહિત શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે.
ભક્તોમાં ઉત્સાહનો માહોલ

અષાઢી બીજના આ પવિત્ર દિવસે, અમદાવાદની ગલીઓ “જય જગન્નાથ”ના જયઘોષથી ગૂંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના દર્શન માટે ઉમટી પડશે. ભક્તોમાં ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો બંને આ ભવ્ય શોભાયાત્રાનો ભાગ બનવા આતુર છે. રથયાત્રાનો રૂટ શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થશે, જે ભક્તોને ભગવાનના આશીર્વાદ લેવાની તક આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથ યાત્રામાં રથ નિર્માણનું રહસ્ય શું છે? ચાલો વિગતવાર જાણીએ

આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો