Jagannath Rathyatra/ જગન્નાથ યાત્રામાં રથ નિર્માણનું રહસ્ય શું છે? ચાલો વિગતવાર જાણીએ

ભગવાન જગન્નાથ રથયાત્રા ફક્ત થોડા દિવસોની યાત્રા છે, પરંતુ તેની તૈયારી ઘણા મહિનાઓ પહેલાથી ચાલુ થાય જે છે. રથયાત્રાની તૈયારીમાં ઘણા પ્રકારના કારીગરો પણ ભાગ લે છે.

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharma: જગન્નાથ રથયાત્રા જે આ વર્ષે 27 જૂન 2025થી શરૂ થઈ રહી છે. આ યાત્રા જગન્નાથ મંદિર (Jagannath Temple)થી શરૂ થઈને ગુંડીચા મંદિર (Gundicha Temple) સુધી જાય છે. ભગવાન જગન્નાથ દર વર્ષે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની કાકી ગુંડીચાને મળવા જાય છે. આ પરંપરા રથયાત્રા દ્વારા નિભાવવામાં આવે છે. દર વર્ષે જગન્નાથ રથયાત્રા (Jagannath Rathyatra) આ વર્ષે 27 જૂનથી એટલે કે અષાઢ સુદ બીજના દિવસે શરૂ થાય છે. ભગવાન જગન્નાથ રથયાત્રા ફક્ત થોડા દિવસોની યાત્રા છે, પરંતુ તેની તૈયારી ઘણા મહિનાઓ પહેલાથી ચાલુ થાય જે છે. રથયાત્રાની તૈયારીમાં ઘણા પ્રકારના કારીગરો પણ ભાગ લે છે. આ વિગત વિષે અવગત કરાવવા, આજે અમે તમને જગન્નાથ રથયાત્રામાં કેટલા રથ છે અને તેને કોણ બનાવે છે.

Rath Yatra begins in Odisha's Puri amid Covid-19: All you need to know |  Latest News India - Hindustan Times

ભગવાન જગન્નાથ રથયાત્રામાં 3 રથનો સમાવેશ થાય છે

1. જયેષ્ઠ ભાઈ બલભદ્રનો તાલધ્વજ રથ

2. દુલારી નાની બહેન સુભદ્રાનો દર્પદલન રથ

3. સ્વયં વિશ્વના નાથ ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ

COVID-19 Effect: Odisha artisans shed tears over Supreme Court ruling on Puri  Rath Yatra

આ રથ કોણ બનાવે છે?

જગન્નાથ રથયાત્રાના રથ એક કે બે નહીં પણ સાત સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે. રથ બનાવવાની પ્રક્રિયા અક્ષય તૃતીયાથી શરૂ થાય છે.
1. વિશ્વકર્મા સમુદાય – જેને મહારાણા પણ કહેવામાં આવે છે. આ સમુદાયના લોકો ત્રણ રથોના કદ અને રચના પર ધ્યાન આપે છે. રથની ઊંચાઈ પણ તેમના દ્વારા નક્કી કરવામાં આવે છે.
2. માલી સમુદાય – આ સમુદાય ત્રણ રથોના શણગાર માટે ફૂલો, માળા વગેરે બનાવે છે.
3. દરજી સમુદાય – ત્રણ રથોના કપડાં આ સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. તેઓ ભગવાનના કપડાં તેમજ રથના અન્ય સ્થળોએ વપરાતા કપડાં પણ બનાવે છે.
4. સુથાર સમુદાય – લાકડાનું બધું કામ સુથાર સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે. આ લોકો રથના વિવિધ ભાગોમાં પણ જોડાય છે.
5. ચિત્રકાર સમુદાય – આ લોકો રથ પર રંગબેરંગી ચિત્રો અને સુશોભન સામગ્રી લગાવવા માટે જવાબદાર છે.
6. લોહાર સમુદાય – રથ પર વપરાતા લોખંડના ભાગો આ સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે.
7. કુંભાર સમુદાય – કુંભાર ત્રણેય રથોના પૈડા બનાવે છે.

આ સાત સમુદાયોના લોકો ઉપરાંત, રથયાત્રાને સફળ બનાવવા માટે અન્ય લોકો પણ જવાબદાર છે, પરંતુ આ સાત સમુદાય આકર્ષક રથ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુરુ પ્રદોષ વ્રત રાખવાથી બધા દુ:ખોના નિવારણ થશે, નોંધી લો પૂજા માટેનો શુભ સમય

આ પણ વાંચો:જયેષ્ઠ માસમાં પ્રદોષ ક્યારે આવે છે…

આ પણ વાંચો: શનિપ્રદોષ પર શિવજીને અર્પણ કરો આ વસ્તુઓ, શનિદેવ પણ પ્રસન્ન થશે