Jamnagar News/ રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Jamnagar News : જામનગરના વાંઝા પરિવારને રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ચોટીલા પાસે માલીયાસણ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં જામનગરના ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. બીજીતરફ એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં જામનગરના ગુલાબનગરમા રહેતા વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. તેઓ […]

Top Stories Gujarat

Jamnagar News : જામનગરના વાંઝા પરિવારને રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ચોટીલા પાસે માલીયાસણ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં જામનગરના ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. બીજીતરફ એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં જામનગરના ગુલાબનગરમા રહેતા વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.

તેઓ લગ્નમાં ચોટીલા જઇ રહ્યા હતા ત્યારે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકના એક પુત્રના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય, યુવરાજ રાજુભાઈ નકુમ, 29 વર્ષીય શીતલબેન યુવરાજભાઈ નકુમનું મોત થયું હતું.

રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં હતા. રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માત 6 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એકની હાલ ગભીર હતી. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની અડફેટે ચડતા રિક્ષાનો છૂંદો વળી ગયો હતા. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.મળતી વિગતો મુજબ, આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હતી.અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર માતા-પુત્રી, પતિ-પત્ની સહિત એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યાં છે. રીક્ષામાં સવાર પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો. અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો.

અકસ્માત સ્થળે ડિવાઈડર હોવાથી અન્ય ટ્રકને બચાવવા જતાં રીક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઈવે પર 7 થી 8 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે.

નોંધનીય છે કે, છેલ્લા 6 થી 7 વર્ષથી અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. હાલ તો તમામ મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી