ઈજિપ્તના મીસ્રમાં એક રોડ દુર્ઘટનામાં બસને અકસ્માત નડ્યો હતો, જેમાં આશરે 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.આ બસમાં 16 ભારતીયો પણ પ્રવાસ કરતા હતા.
મળતી માહિતી મુજબ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. રાજધાની કાહિરામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
Embassy of India in Cairo, Egypt: Bus accident with 16 Indian tourists on board occurred yesterday near Ain Sokhna in Egypt. Embassy officials are at hospitals in Suez city and Cairo.
— ANI (@ANI) December 28, 2019
ભારતીય દૂતાવાસે ટ્વિટર પર તેની એક પોસ્ટમાં વિદેશ મંત્રાલયને ટેગ કરતાં લખ્યું છે કે, ‘ઇજિપ્તના એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓની એક બસનો અકસ્માતથયો હતો. એમ્બેસીના અધિકારીઓ સુએઝ સિટી અને કાહિરાની હોસ્પિટલોમાં હાજર છે. હેલ્પલાઈન નંબરો + 20-1211299905 અને + 20-1283487779 ઉપલબ્ધ છે.’
Bus accident with 16 Indian tourists on board occured today near Ain Sokhna in Egypt. Embassy officials are at hospitals in Suez city and Cairo. Helpline numbers +20-1211299905 and +20-1283487779 are available. @DrSJaishankar @MEAIndia @CPVIndia @MOS_MEA
— India in Egypt (@indembcairo) December 28, 2019
બીજી તરફ ન્યૂઝ એજન્સી દ્વારાઆપવામાં આવેલ માહિતી અનુસાર બંદર સઈદ-દમિત્તા હાઇવે પર બસની ટ્રક ટકરાતા આ ઘટના બની છે. ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. જો કે, મૃત્યુ પામનારાઓમાં કેટલા ભારતીય પ્રવાસીઓ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
