Not Set/ રાધનપુરની LIC ઓફિસમાં આગ, ભારે જહેમત બાદ આગ પર કાબુ

રાધનપુર પાટણ જીલ્લાના રાધનપુર સહેર ખાતે આવેલ LICની મુખ્ય ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગવા પામી હતી. જોકે આગ લાગવાની ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ રાધનપુર નગર પાલિકાના ફાયર ફાઈટરને બોલાવતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ કેમ લાગી તે એક પ્રશ્ન છે. આગ લાગી છે કે લગાડવામાં […]

Top Stories Gujarat

રાધનપુર

પાટણ જીલ્લાના રાધનપુર સહેર ખાતે આવેલ LICની મુખ્ય ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગવા પામી હતી. જોકે આગ લાગવાની ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ રાધનપુર નગર પાલિકાના ફાયર ફાઈટરને બોલાવતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

જોકે આગ કેમ લાગી તે એક પ્રશ્ન છે. આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે એક તપાસનો વિષય છે. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ થાય ત્યાર બાદ માલુમ પડે તેવું રાધનપુર પોલીસ જણાવી રહી છે.

જોકે હજુ સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. આગમાં ઓફિસને ભારે નુકશાન થવા પામ્યું છે. મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા હોવાનું તેમજ એસી, કોંપ્યુટર સહિતના સાધનો બળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે રાહતના સમાચારએ હતા કે આગમાં કોઈ જાન હાની થઈ નથી. આગમાં ઓફિસને મોટું નુકશાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોટ સર્કીટ થી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જોકે એલઆઈસીના જવાબદાર સત્તાધીસો આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવે ત્યાર બાદાજ આગ લાગવાનું સાચું કારણ બહાર આવે. જોકે આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.