ઝારખંડમાં મહાગઠબંધનનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર હેમંત સોરેન આજે રાંચીમાં 11 માં મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ રવિવારે બપોરે 2 વાગ્યે હેમંત સોરેનને સ્થાનિક મોરહાબાદી મેદાનમાં યોજાયેલા એક સમારોહમાં પદ અને ગોપનીયતાનાં શપથ અપાવશે.
સમારોહ માટે મુખ્ય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓને આમંત્રણ અપાયું છે. જણાવી દઇએ કે, હેમંત સોરેન બીજી વખત મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. આ અગાઉ હેમંતે જુલાઈ 2013 માં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. જેએમએમ-આરજેડી-કોંગ્રેસ સાથે મળીને તેમણે એક વર્ષ, પાંચ મહિના અને પંદર દિવસ સુધી સરકાર ચલાવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી ચિંદમ્બરમ, અખિલેશ યાદવ, માયાવતી, એચડી કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનર્જી, કનિમોઝી, હરીશ રાવત સહિત 30 નેતાઓ હેમંત સોરેનનાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી સંભાવના છે. સમારોહ માટે દેશનાં મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
Hemant Soren to take oath as 11th Chief Minister of Jharkhand today
Read @ANI Story | https://t.co/VAzmXOFo0S pic.twitter.com/b42r8TjbS2
— ANI Digital (@ani_digital) December 29, 2019
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં નેતાઓ આ સમારોહમાં હાજરી આપી શકે છે. આ સાથે જ ભૂતપૂર્વ સીએમ રઘુવરદાસને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેઓ સમારોહમાં પણ હાજરી આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
