Gujarat News: જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) પહેલાં ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ અને ટેક્નોલોજી પાર્ટનરશિપ માટે આઉટરીચ શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે.
VGGS 2027: વોશિંગ્ટનથી ટોરોન્ટો સુધી ગુજરાતની વિકાસગાથાની રજૂઆત
VGGS 2027ના આઉટરીચના ભાગરૂપે હાઇ-લેવલ ડેલિગેશન વોશિંગ્ટન D.C., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈ રહ્યું છે. અહીં વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગજગતના લીડર્સ, ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અને ભારતીય ડાયસ્પૉરા સાથે ગુજરાતમાં રોકાણ (Gujarat Investment) અને ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનું લક્ષ્ય રાજ્યની ઔદ્યોગિક, ટેક્નોલોજિકલ અને ઇનોવેશન ક્ષમતાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરીને નવા રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારો મેળવવાનું છે.

ગ્લોબલ ગુજરાતી કમ્યુનિટી સાથે ગુજરાતનું કનેક્શન
સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પૉરા સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સેમિકન્ડક્ટર, AI, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે સિલિકોન વેલીમાં વસતા ગુજરાતીઓના યોગદાનની નોંધ લીધી હતી. ગ્લોબલ ગુજરાતી ટેલેન્ટ અને ગુજરાતની કંપનીઓ વચ્ચે મજબૂત સેતુ ઊભો કરવા માટે નૉલેજ શેરિંગ, મેન્ટરશિપ અને ટેક્નોલોજી પાર્ટનરશિપને વધુ વેગ આપવાની વાત કરવામાં આવી હતી.
Google સાથે AI અને ફ્યુચર સ્કિલ્સ પર ચર્ચા

ગૂગલ કેમ્પસ ખાતે વાઇસ પ્રેસિડેન્ટ ચંદુ થોટા તથા સિનિયર એક્ઝિક્યુટિવ્સ સાથેની બેઠકમાં AI તાલીમ કાર્યક્રમોના વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે AI આધારિત તાલીમની તકો પર ભાર મૂકાયો હતો. કૃષિ ક્ષેત્રે AIના ઉપયોગથી પાકની પેટર્ન, માટીની ગુણવત્તા અને ક્લાઇમેટ રેઝિલિયન્સ સુધારવા તેમજ ડેટા સિક્યુરિટી માટે સોવરિન AI સોલ્યુશન્સની સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.
Perplexity AI સાથે ડીપ-ટેક અને ડેટા સેન્ટરની તકો
પરપ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથેની બેઠકમાં ગુજરાતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિની સ્થિરતા અને કુશળ માનવબળને ગ્લોબલ AI અને ડીપ-ટેક કંપનીઓ માટેની સંભાવનાઓ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ અને R&D, ટેક્નોલોજી પાર્ટનરશિપ, ડેટા સેન્ટર અને હાઇબ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સહકારની શક્યતાઓ અંગે વિચારવિમર્શ થયો હતો.

Micron સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર ભાર
માઇક્રોન ટેક્નોલોજીના ચેરમેન અને CEO સંજય મહેરોત્રા સાથેની બેઠકમાં સાણંદ સ્થિત સેમિકન્ડક્ટર સુવિધાની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાણંદ અને ધોલેરા જેવા હબના વિકાસ દ્વારા ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન અપાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી રજૂ કરવામાં આવી હતી.

Walmart સાથે MSME અને કારીગરો માટે ગ્લોબલ માર્કેટની તકો
વોશિંગ્ટન D.C.માં વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેન બ્રાયન્ટ સાથેની બેઠકમાં ગુજરાતની MSME ઇકોસિસ્ટમ અને સ્થાનિક કારીગરોને ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા અને નિકાસની તકો વધારવા માટે સહકારની સંભાવનાઓ પર પણ ભાર મૂકાયો હતો.
VGGS 2027 માટે ગુજરાતનું ગ્લોબલ આઉટરીચ
ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉથી VGGS 2027 માટે રાજ્યના રોકાણ અને બિઝનેસ આઉટરીચને નવી ગતિ મળી છે. અમેરિકા અને કેનેડામાં થયેલી બેઠકોમાં સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, ડીપ-ટેક, MSME અને ગ્લોબલ સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ પર ચર્ચા થઈ છે. જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતની ઔદ્યોગિક અને ટેક્નોલોજિકલ ક્ષમતાઓને વૈશ્વિક રોકાણકારો અને ટેક્નોલોજી (Gujarat Global Summit) પાર્ટનર્સ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2026: GSRTCની મોટી જાહેરાત, રક્ષાબંધન પર 6,500 એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડાવાશે
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ ફરી ખેંચાશે? અલ નીનોની વધતી તાકાતથી ગુજરાત સહિત દેશમાં વરસાદ પર મોટું સંકટ
આ પણ વાંચો: રૂ.20ની લાંચ, 30 વર્ષની લડાઈ અને આખરે મોટી જીત! સુપ્રીમ કોર્ટે ગુજરાતના 2 કર્મચારીઓને કર્યા નિર્દોષ જાહેર
