Surat News: ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્તિની વાતો વચ્ચે હજી પણ તંત્રમાં ઘણા લોકો એવા છે જે સુધરવાનું નામ લેતા નથી. પીએમ મોદીની સ્વચ્છ વહીવટની વાતો આ લોકો ઘોળીને પી ગયા છે. સુરત ગ્રામ્યમાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
સુરતના માંડવીના કરંજના તલાટી કમ મંત્રી અને કમ્પયુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે. જિજ્ઞેશ પટેલ અને પ્રીતેશ વસાવા એસીબીના સકંજામાં આવ્યા છે. તેઓએ મિલકતના નામમાં ફેરફાર કરવામાટે રૂ. 5,000ની લાંચ માંગી હતી. છેવટે વાટાઘોટી પછી રૂ. 3,500ની લાંચ નક્કી કરી હતી. એસીબીએ તેમને રંગે હાથ પકડ્યા હતા. હવે લાંચરુશ્વતવિરોધી ધારા હેઠળ કેસ નોંધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
