Gujarat News: રક્ષાબંધનના તહેવાર (Raksha Bandhan 2026)દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટી વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં 26થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં અંદાજે 6,500 એક્સ્ટ્રા ટ્રીપ (GSRTC Extra Bus) દોડાવવામાં આવશે.
મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની બસો
રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેનો અને પરિવારજનો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા નિયમિત બસ સેવાઓ ઉપરાંત વિવિધ રૂટ પર વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
Raksha Bandhan 2026: અમદાવાદથી સુરત-રાજકોટ સુધી વધારાની સેવા
GSRTC દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર અને નડિયાદ સહિતના શહેરો ઉપરાંત પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર (Gujarat Transport)પણ વધારાની બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગત વર્ષે 6,402 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાઈ હતી
ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન GSRTC દ્વારા નિયમિત સેવાઓ ઉપરાંત 6,402 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. આ વધારાની બસ સેવાઓનો લાભ આશરે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો.
એડવાન્સ બુકિંગની પણ વ્યવસ્થા
ચાલુ વર્ષે પણ તહેવાર દરમિયાન મુસાફરોને સરળ અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે એડવાન્સ બુકિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારાની બસો ઉપલબ્ધ કરાવીને મુસાફરોના ધસારાને પહોંચી વળવા GSRTC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન બહેનો અને પરિવારજનો કોઈપણ પ્રકારની અગવડ વિના મુસાફરી કરી શકે તે હેતુથી GSRTC દ્વારા આ વિશેષ પરિવહન સેવા શરૂ કરવામાં આવશે. નિગમે જાહેર જનતાને વધારાની બસ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: રક્ષાબંધન ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને ભદ્રા કાળ વિશે વિસ્તૃતપણે…
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ ફરી ખેંચાશે? અલ નીનોની વધતી તાકાતથી ગુજરાત સહિત દેશમાં વરસાદ પર મોટું સંકટ
આ પણ વાંચો: ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: માઇક્રોબાયોલોજી HOD સસ્પેન્ડ, મેડિકલ કોલેજના ડીનને શો-કોઝ નોટિસ
