Lifestyle: રક્ષાબંધન 2026 ક્યારે છે? 27 ઑગષ્ટ કે 28 ઑગષ્ટ…આ બેમાંથી કઈ તારીખ (Rakshabandhan 2026 Date) સાચી છે? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત, તારીખ, પૂજા વિધિ અને ભદ્રા કાળ વિશે વિસ્તૃતપણે માહિતી મેળવીએ…
ભાઇ-બહેનના સંબંધોમાં પ્રેમ, પોતીકાપણું અને એક-બીજાની પરવા કરવાની ભાવનાના દ્યોતક સમા રક્ષાબંધનનો તહેવાર આ વર્ષ 2026માં ઑગષ્ટ માસમાં આવી રહ્યો છે. બળેવ (Balev) તરીકે પણ જાણીતા આ તહેવાર વિશે લોકોના મનમાં તારીખ અંગે દ્વિધા છે. એનું કારણ એ છે કે આ શ્રાવણ મહિનામાં પૂર્ણિમા તિથિ બે દિવસ સુધી વિદ્યમાન રહેશે. આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, ખરેખર રક્ષાબંધન (Rakshabandhan 2026) ક્યારે મનાવવામાં આવશે? 27 ઑગષ્ટ કે 28 ઑગષ્ટ…કયા દિવસે ભાઇનો હાથ રાખડીથી સુશોભિત થશે?
28 ઑગષ્ટના રોજ કેમ મનાવાશે રક્ષાબંધન? (Rakshabandhan 2026 Date)
પંચાંગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 28 ઑગષ્ટ 2026 (Rakshabandhan 2026 Festival, 28 August)ના દિવસે શુક્રવારના રોજ મનાવવામાં આવશે. પૂનમની તિથિ 27 ઑગષ્ટ સવારે લગભગ 9:08 વાગ્યે શરુ થશે અને 28 ઑગષ્ટ સવારે લગભગ 9:48 સુધી વિદ્યમાન રહેશે. ઉદયાતિથિના આધારે જોઇએ તો 28 ઑગષ્ટના રોજ રક્ષાબંધન મનાવવાનું શુભ ગણાશે. રાખડી (Rakhi) ખરીદવાથી માંડીને પૂજા કરવાની તૈયારી સુધી 28 ઑગષ્ટની તારીખને ધ્યાનમાં રાખવાની રહેશે.

રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત (Rakshabandhan 2026 Shubh Muhurat)
28 ઑગષ્ટના રોજ રાખડી બાંધવી શુભ રહેશે અને પંચાંગ અનુસાર, સવારે 5:57 કલાકથી 9:48 સુધી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે. જો કે, વિભિન્ન શહેરોમાં સૂર્યોદયના સમય અનુસાર થોડી મિનિટોનો તફાવત હોઇ શકે છે. આથી જ સંભવ હોય તો આ જ અવધિ દરમિયાન, ભાઈના કાંડા પર રાખડી બાંધવી શુભ રહેશે.
27 ઑગષ્ટના રોજ ભદ્નાનો ઓછાયો (Bhadra kal Rakshabandhan 2026)
રક્ષાબંધનના તહેવારે ભદ્રાકાળનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 27 ઑગષ્ટે સવારે 9:08 વાગ્યાથી 9:32 વાગ્યા સુધી ભદ્રાનો સાયો રહેવાની જાણકારી વિદ્વાનો આપી રહ્યા છે. ધાર્મિક માન્યતાઓ અમુસાર, ભદ્રા દરમિયાન રાખડી બાંધવા જેવા શુભ કાર્યો કરવાથી બચવું જોઇએ. સારી બાબત એ છે કે 28 ઑગષ્ટના રોજ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો ઓછાયો નથી આથી રાખડી બાંધવા માટે સવારનો સમય ભદ્રાકાળથી મુક્ત રહેશે.

રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ (Importance of Rakshabandhan)
રક્ષાબંધન કેવળ રાખડી બાંધવાનો તહેવાર નથી પરંતુ એ ભાઈ-બહેનના પ્રગાઢ પ્રેમ (Brother-Sister love)નું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર ભાઈ-બહેનના સંબંધોને ઓર મજબૂતી બક્ષે છે. રક્ષાબંધન 2026ને ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે 28 મી ઑગસ્ટે આ તહેવાર મનાવવામાં આવશે. ભાઈ-બહેનના પ્રેમભર્યા સંબંધનું પ્રતીક એવા આ ખાસ તહેવારની ઉજવણીમાં ભેટ-સોગાદની આપ-લે સાથે, ભાત-ભાતની મીઠાઈઓ પણ ખવડાવવામાં આવે છે.
રક્ષાબંધન સાથે જોડાયેલી ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) અને દ્રૌપદીની કથા મશહૂર છે. માન્યતાનુસાર, જ્યારે શ્રીકૃષ્ણની આંગળી પર ઘા થયો ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનું કપડું ફાડીને એમની આંગળી પર બાંધી દીધું હતું. ત્યારબાદ, શ્રીકૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરવાનું વચન આપ્યું હતુ. આ કથાને ભાઈ-બહેનના સ્નેહ અને રક્ષાના ભાવ સાથે જોડવામાં આવે છે.
રાખડી બાંધતી વખતે આટલું ધ્યાન રાખવું
ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી બચવું. રાખડી બાંધતા અગાઉ ભાઈને કંકુનું તિલક અને અક્ષત ભાલ પર લગાવવું. પૂજનની થાળીમાં દીવો, કંકુ, અક્ષત, મીઠાઈ અને રાખડી બાંધવી. રાખડી બાંધ્યા પછી ભાઈને પોતાના હાથેથી મીઠાઈ (Sweet) ખવડાવવી. ભાઈ તથા બહેન બંનેએ એક-બીજાની ખુશાલી અને ઉત્તમ ભવિષ્યની કામના કરવી.
આ પણ વાંચો: ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!
આ પણ વાંચો: 100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!
