Raksha Bandhan festival/ આ રક્ષાબંધને ભાઈ માટે બનાવો સ્વાદિષ્ટ-ફરાળી સાબુદાણા બરફી, આપો સુખદ સરપ્રાઇઝ!

પોતાના હાથેથી બનાવેલી મીઠાઈમાં, એક બહેનનો એના ભાઈ પ્રત્યેનો અગાધ પ્રેમ ઝળકે છે. પ્રેમ દર્શાવવાનું આ સૌથી ઉત્તમ માધ્યમ છે. તો બસ, આ વર્ષે તમે પણ ફટાફટ બની જતી આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી સાબુદાણા બરફી બનાવીને સૌને આશ્ચર્યચકિત્ કરી દો! તો ચાલો, હવે જાણી લઇએ એની રેસિપી-

Trending RAKSHA BANDHAN SPECIAL

Raksha bandhan2025: રક્ષાબંધન 2025ને ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે 9 મી ઑગસ્ટે, એટલે કે આવતી કાલે આ તહેવાર મનાવવામાં આવશે. ભાઈ-બહેનના પ્રેમભર્યા સંબંધનું પ્રતીક એવા આ ખાસ તહેવારની ઉજવણીમાં ભેટ-સોગાદની આપ-લે સાથે, ભાત-ભાતની મીઠાઈઓ પણ ખવડાવવામાં આવે છે. પણ જો તમે બજારમાંથી મીઠાઈ ન લાવીને જાતે બનાવેલી મીઠાઈ તમારા ભાઈને ખવડાવો તો કેવું રહેશે? વીરા માટે તમારા હૈયામાં છુપાયેલા પ્રેમને દર્શાવવાની આ સૌથી ઉત્તમ અભિવ્યક્તિ હશે! તો ચાલો આ વર્ષે, તમારા ભાઈને ફરાળમાં પણ ખવાય એવી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક સાબુદાણાની બરફી બનાવીને ખવડાવો અને સુખદ સરપ્રાઇઝ આપો!!

બરફી બનાવવાની સામગ્રી:

1 વાડકી સાબુદાણા

2 નાની ચમચી દળેલી ખાંડ/સાકર

2 ચમચી દૂધ (નારિયેળ/બદામનું દૂધ પણ ઉપયોગમાં લઇ શકાય)

1 નાની ચમચી ઘી

1 નાની ચમચી સૂકા ટોપરાનું છીણ

1/4 નાની ચમચી ઇલાયચી પાઉડર

1 મોટી ચમચી સમારેલા કાજુ-બદામ

સજાવવા માટે પિસ્તાની કતરણ

શી રીતે બનાવવી સાબુદાણાની બરફી?

1. બરફી બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને એક તાવડીમાં ડ્રાય રોસ્ટ કરી લો. આ માટે સાબુદાણાને જાડા તળિયાવાળી તાવડીમાં નાખીને, જ્યાં સુધી એનો રંગ સોનેરી ન થઇ જાય એને એનો દાણો ફૂલી ન જાય ત્યાં સુધી, હલાવતા રહીને શેકી લો.

2. હવે આ શેકેલા સાબુદાણાને ઠંડા કરી લો અને મિક્સર અથવા ગ્રાઇન્ડરની મદદથી બારીક પીસી લો.

3. એક મોટો બાઉલ લઇને એમાં સાબુદાણા પાઉડરની સાથે દળેલી ખાંડ કે સાકર, સૂકા કોપરાનું છીણ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી દો. હવે એમાં ધીમે-ધીમે દૂધ ઉમેરીને લચકા જેવી ગાઢ અને લીસી પેસ્ટ બનાવો.

4. સાબુદાણા બરફીની પેસ્ટ તૈયાર છે. હવે એક પ્લેટમાં ઘી લગાવીને આ મિશ્રણને એકસરખું ફેલાવી દો. એને એક સ્પૅચ્યુલા કે તાવેથાની મદદથી સમથળ કરો.

5. આ મિશ્રણને લગભગ 10-15 મિનિટ સુધી જામવા દો. ત્યારબાદ, એક છરીની મદદથી ચોરસ અથવા ડાયમંડ આકારમાં કાપી લો. આ રીતે તૈયાર સાબુદાણાની સ્વાદિષ્ટ બરફીને ઝીણા સમારેલા પિસ્તા અને ડ્રાયફ્રુટ્સની કતરણથી સજાવી દો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: