Raksha Bandhan Special/ રક્ષાબંધનને હવે માત્ર છ દિવસ બાકી, કેવી રીતે મોકલશો વીરાને રાખડી, પ્રસ્તુત છે જૂના-નવા તમામ વિકલ્પો!

એવું જરુરી નથી કે, રક્ષાબંધના તહેવારે બધા જ ભાઇ-બહેન એકબીજાને પ્રત્યક્ષ રીતે મળી શકે. એવામાં પોસ્ટ અથવા તો ઑનલાઇન, કઇ-કઇ રીતે રાખડી મોકલી શકાય એ વિશે વિગતવાર જાણીશું.

Dharma & Bhakti Trending Lifestyle

Raksha Bandhan: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક સમો રક્ષાબંધંનનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ વિશેષ તહેવારે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે તથા ભાઈ પોતાની બહેનને તેની પસંદની વસ્તુઓ ઉપહાર સ્વરુપે આપે છે. સામાન્ય રીતે, રક્ષાબંધનનું પર્વ ભાઈ-બહેન સાથે મળીને મનાવતા હોય છે, પરંતુ સમયના અભાવે અને ક્યારેક દૂર-દૂરના શહેરોમાં રહેવાને લીધે, બહેનનું ભાઈના ઘરે જવું કે ભાઈનું બહેનના ઘરે આવવું મુશ્કેલ થઇ જાય છે. એવા સંજોગોમાં બહેન ભાઈને ઑનલાઇન રાખડી મોકલવાનું વિચારે છે. પરંતુ એને ફક્ત રાખડી જ નહિં, સાથે અન્ય ચીજવસ્તુઓ પણ પરબીડિયામાં નાખીને મોકલવાની હોંશ હોય છે. આવા સંજોગોમાં રાખડી કઇ રીતે મોકલી શકાય એ અંગેના જુદા-જુદા વિકલ્પોની બહેનને ખબર હોવી જોઇએ, જેથી એ પોતાની અનુકૂળતા મુજબ, પોતાના ભાઈ સુધી સમયસર રાખડી પહોંચાડી શકે. તો ચાલો જાણીએ એવી કેટલીક વૈકલ્પિક રીતો વિશે, જેને અપનાવીને એક બહેન પોતાનો નિર્મળ પ્રેમ તેના ભાઈ સુધી રક્ષાસૂત્રના સ્વરુપે પહોંચાડી શકે.

ભાઈને રાખડી મોકલવાના વિવિધ વિકલ્પો –

ઑનલાઇન રાખડી મોકલો

રાખડી મોકલવાનો પહેલો વિકલ્પ છે, ઑનલાઇન રાખડી પસંદ કરીને ભાઈને મોકલી દેવી. જુદી-જુદી ઑનલાઇન શૉપિંગ એપ્સ દ્વારા ભાઈના સરનામે રાખડી પહોંચાડી શકાય છે, જેમાં 2થી 3 દિવસનો સમય લાગી શકે છે. આજકાલ તો વેબસાઇટ્સ પર 1 દિવસ અથવા તો અમુક ગણતરીના કલાકોમાં પણ એક્સપ્રેસ ડિલીવરીનો ઑપ્શન આપે છે જેથી તમે ઇચ્છો તો, રક્ષાબંધનના દિવસે પણ રાખડી મોકલી શકો છો!

શું રાખડીને પોસ્ટ કરી શકાય?

વીરા સુધી રાખડી પહોંચાડવાની સૌથી જૂની રીતો પૈકીની આ એક છે. ટપાલખાતા દ્વારા ફક્ત રાખડી જ નહિં, પરંતુ એની સાથે કેટલોક નાનો-મોટો સામાન પણ તમારે પહોંચાડવો હોય તો પહોંચાડી શકો છો. આ ઉપરાંત, તમે સ્પીડ પૉસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં વધુમાં વધુ 2 થી 3 દિવસનો સમય લાગે છે. નોર્મલ પૉસ્ટ દ્વારા, એક અઠવાડિયાની અંદર ભાઈના સરનામે રાખડી પહોંચી જાય છે. ટપાલખાતા દ્વારા સૌથી ઓછા ખર્ચે તમે રાખડી મોકલી શકો છો અને એ ભરોસાપાત્ર પણ છે. જો તમારો ભાઈ વિદેશમાં રહેતો હોય તો ઇન્ટરનેશનલ પૉસ્ટ દ્વારા પણ તમે એના સુધી રાખડી આરામથી પહોંચાડી શકો છો.

ગણતરીની મિનિટોમાં જ પહોંચી જશે રાખડી

અલગ-અલગ ક્વિક ડિલિવરી એપ્લિકેશન્સ પણ સૌથી વધુ ઝડપથી તમારી રાખડીને વીરા સુધી પહોંચાડવામાં તમારી મદદ કરી શકે છે. આ એપ્સમાં તમારે ભાઈનું સરનામુ ઉમેરવાનું રહેશે અને ગણતરીની મિનિટોમાં જ રાખડી પહોંચી જશે. આ ઑપ્શનમાં સમસ્યા એ છે કે, ભાઈ જે સ્થળે રહેતો હોય એ વિસ્તાર, ગામ કે શહેરમાં આ એપ્સ દ્વારા ડિલિવરી કરવામાં આવતી હોવી જોઇએ, અને જો એમ ના હોય તો પ્રોબ્લેમ થઇ શકે છે. પહાડી વિસ્તારોમાં આ ડિલિવરી એપ્સ ઘણી ઓછી કાર્યરત હોય છે.

ઑનલાઇન ગિફટિંગ વેબસાઇટ્સ

એવી કેટલીયે વેબસાઇટ્સ ઉપલબ્ધ છે, જે ફક્ત અને ફક્ત ઉપહાર પહોંચાડવાનું જ કામ કરે છે. એમની મદદથી પણ તમે તમારા ભાઈને રાખડી મોકલી શકો છો. એનો એક ફાયદો એ પણ છે કે તમે રાખડીની સાથે-સાથે મિઠાઈ અથવા તો કોઇ અન્ય ભેટ પણ તમારા ભાઈને મોકલી શકો છો. આજ કાલ એવી ઘણી ગિફ્ટિંગ વેબસાઇટ્સ છે કે, જે માત્ર રાખડીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી છે અને ફક્ત ભારત જ નહિ પરંતુ ઑસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા તથા યુકે વગેરે દેશોમાં પણ રાખડીને ડિલિવર કરે છે.

ખાનગી કુરિયર સર્વિસથી પણ રાખડી મોકલી શકાય

અમુક પ્રાઇવેટ કુરિયર સર્વિસની મદદથી પણ રાખડી મોકલી શકાય છે. આ રીતે રાખડી મોકલવી આસાન છે, પણ એના ડિલિવરી ચાર્જીસ થોડા વધુ હોઇ શકે છે.

રાખડીને કૂરિયર કરવાનો ખર્ચ કેટલો આવશે?

રાખડીને જો સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે તો, 200 કિલોમીટર સુધી કુરિયર કરવાનો ખર્ચ 50 ગ્રામ લેખે 35 રુપિયા સુધીનો હોઇ શકે છે. પોતાના જ શહેરમાં રાખડી મોકલવાનો 15 થી 20 રુપિયા સુધીનો ખર્ચ થઇ શકે છે. આ ઉપરાંત, જેમ અંતર વધે તેમ ખર્ચની કીંમત પણ વધતી જાય છે. વળી, કુરિયરના વજનના હિસાબે 10 થી 15 રુપિયાનો ખર્ચ વધી શકે છે.

ઑનલાઇન પ્લેટફૉર્મ્સ રાખડીના ચાર્જ ઉપરાંત, બેઝિક ડિલિવરી ચાર્જીસ, અંદાજે 50 કે 70 રુપિયા લેતા હોય છે. વળી, કેટલાક પ્લેટફૉર્મ્સ અમુક ઑફરમાં ડિલિવરી ચાર્જીસ લગાવતા નથી.

આ ઉપરાંત, ફાસ્ટ એક્સપ્રેસ ડિલિવરી એપ્સ પણ બેઝિક ડિલિવરી ચાર્જીસ લેતા જ હોય છે, જે 25થી 100 રુપિયા સુધીના હોઇ શકે છે.

ગિફ્ટિંગ વેબસાઇટ્સ પર ડિલિવરી ચાર્જીસ 65 સુધીના હોઇ શકે છે પરંતુ, આવા પ્લેટફૉર્મ્સ પર મળતી રાખડીની કીંમત બજારમાં મળતી રાખડીની સરખામણીએ ઘણી વધારે હોઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: