Lifestyle/ પૂર્વજો સાથે સંકળાયેલા સપનાઓને અવગણશો નહિં, મોટું નુકસાન થવાના સંકેત!

આપણા પૂર્વજો આપણને સપનામાં દેખાય તો, એ અલગ-અલગ પ્રકારના સંકેતો સૂચવે છે. અમુક પરિસ્થિતિઓમાં, પૂર્વજોનું સપનામાં દેખાવું શુભ સંકેત હોઇ શકે છે, જ્યારે ઘણી વાર એમના સપના વારંવાર આવે તો એને નકારાત્મક સંકેત પણ માનવામાં આવે છે.

Trending Ajab gajab Tips & Tricks Lifestyle

Lifestyle: આપણા પૂર્વજો આપણને સપનામાં દેખાય તો, એ અલગ-અલગ પ્રકારના સંકેતો સૂચવે છે. અમુક પરિસ્થિતિઓમાં, પૂર્વજોનું સપનામાં દેખાવું શુભ સંકેત હોઇ શકે છે, જ્યારે ઘણી વાર એમના સપના વારંવાર આવે તો એને નકારાત્મક સંકેત પણ માનવામાં આવે છે.

સપનામાં પૂર્વજો દ્રશ્યમાન થવા

આપણા પૂર્વજો આપણા રક્ષકો જેવા હોય છે. એમની કૃપા જો આજીવન આપણા પર બની રહે તો કેટલાય કષ્ટોનો અંત આવી શકે છે. આ ઉપરાંત, જો પૂર્વજો આપણાથી નારાજ હોય, અથવા આવનારા ભાવિ સંકટ વિશે આપણને જણાવવા માગતા હોય તો, કેટલીય રીતે તેઓ પોતાને અભિવ્યક્ત કરે છે અને આપણને સચેત પણ કરે છે. મોટાભાગે, રાત્રિ દરમિયાન આવતા સપનાઓમાં પૂર્વજો આપણને સંકેત આપતા હોય છે. અલગ-અલગ પરિસ્થિતિઓમાં પિતૃદેવો આપણને સપનામાં દ્રશ્યમાન થઇ શકે છે. આવા સંજોગોમાં, પૂર્વજોના એવા કયા સપનાઓની અવગણના ન કરવી જોઇએ કે જેનાથી નજીકના ભવિષ્યમાં આપણને મોટું નુકસાન પહોંચી શકે એમ છે, એ વિશે વિસ્તારથી જાણીશું.

સપનામાં માત્ર ઝલક દેખાડીને ગાયબ થઇ જવું 

જો ક્યારેક તમને એવું સપનુ આવે કે, તમારો કોઇ પૂર્વજ તમને દેખાય અને આંખના પલકારામાં ગાયબ પણ થઇ જાય તો, આને સારું ગણવામાં આવતું નથી. ખાસ કરીને, જો આવું સ્વપ્ન તમને વારંવાર આવે તો, એની બિલકુલ ઉપેક્ષા કરવી જોઇએ નહિં. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઇ મહાસંકટ ઊભું થઇ શકે છે. તમને તમારી કારકિર્દી અથવા તો સામાજિક ક્ષેત્રે નુકસાન થઇ શકે છે, કે પછી પરિવારની કોઇ વ્યક્તિ પર ગંભીર સંકટ તોળાઇ શકે છે.

સપનામાં તમારી પાસે કંઇક માગવું 

જો સપનામાં તમારા પૂર્વજ તમારી પાસે કંઇક માગતા દેખાય તો, એને પણ શુભ માનવામાં આવતુ નથી. આ સપનાનો અર્થ એવો છે કે, નજીકના ભવિષ્યમાં તમે કોઈ મોટા આર્થિક સંકટનો શિકાર થઇ શકો છો. જો આવું સપનુ આવે તો તરત જ, તમારી નાણાકીય બાબતો ઉપર તમારે વિશેષ ધ્યાન આપવું જોઇએ. કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરતા પહેલા ઘરના મોભીઓ અને વડીલોની સલાહ અવશ્ય લેવી જોઇએ.

સપનામાં પૂર્વજોને વિલાપ કરતા જોવા 

જો પૂર્વજો સપનામાં દુ:ખી અથવા તો રડતા દેખાય તો સમજી લો કે, પિતૃઓની આત્મા અતૃપ્ત છે. આવું સ્વપ્ન પિતૃદોષના કારણે પણ આવી શકે છે. એટલા જ માટે આ પ્રકારનું સ્વપ્ન જોયા બાદ સાવધાન થઇ જવું જોઇએ. આવા સપનાની અવગણના કરવાથી જીવનમાં ચારેય તરફથી મુશ્કેલીઓ આવી શકે છે. તમારા બનેલા કામો બગડી શકે છે, કેરિયર અને પરિવારની સ્થિતિ ખરાબ થઇ શકે છે. આવુ સપનુ આવ્યા બાદ તમારે પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે કરવા જોઇએ. આ સિવાય તમે પૂર્વજોની શાંતિ માટે દાન-પુણ્ય પણ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: