મુંબઈ
સારા અલી ખાનની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘કેદારનાથ’ને રિલીઝ થવામાં હજુ સમય છે. પરંતુ સારાની ડેબ્યુ ફિલ્મ પહેલા જ તેને બીજી ફિલ્મ ‘સિમ્બા’નું શુટિંગ શરુ કર્યું છે. સાથે સાથે એવી ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે તે હવે વરુણ ધવન સાથે પણ એક ફિલ્મમાં કામ કરી શકે છે.
મળતી માહિતી અનુસાર સારા અલી ખાન અને વરુણ ધવનની જોડી દર્શકોને જોવા મળી શકે છે. વરુણના ભાઈ રોહિત ધવન તેના પહેલા પ્રોડક્શનમાં મુવી બનાવવા જઈ રહ્યા છે.જેને ડેવિડ ધવન ડાયરેક્ટ કરશે. જણાવીએ કે ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ હાલ ચાલી રહ્યું છે. આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ફિલ્મનું શુટિંગ શરુ થઇ શકે છે.

આપને જણાવી દઈએ કે ધવન પરિવાર તેમનું પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહી છે. આ બેનર હેઠળ જે પણ પહેલી ફિલ્મ હશે તે નંબર -1 સીરીઝ હેઠળ હશે. એક વેબસાઈટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ પ્રોડક્શન હાઉસને ડેવિડ ધવન હેડ કરશે. આ બેનર હેઠળ બનનારી પહેલી ફિલ્મ કમર્શિયલ એક્શન-કોમેડી હશે. તેમાં એક્ટરના રૂપમાં વરુણ ધવનને લેવામાં આવશે.

સારા અલી ખાનના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તે સુશાંત સિંહ રાજપૂતનાસાથે ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. ત્યાર પછી રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળશે. વાત કરીએ વરુણ ધવનની તો તે હાલ તેની ફિલ્મ ‘સુઈ ધાગા’ રિલીઝ થવા જઈ રહી છે. ત્યાર પછી ‘કલંક’, ‘રણભૂમિ’માં પણ નજરે પડશે.

