ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. હાલમાં એક વેબસાઈટમાં લખવામાં આવેલા એક આર્ટિકલના લીધે તેવો ખુબ જ નારાજ થયા છે અને તેમણે મીડિયા પર જ સવાલો ઉભા કરી દીધા છે.
વેબસાઈટ પર ભારતીય ક્રિકેટમાં આરક્ષણ અને જાતિગત ભેદભાવને લઈને એક આર્ટિકલ છપાયો હતો. આ આર્ટિકલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્રિકેટર્સ અને ભારતીય ક્રિકેટમાં તેમની પસંદગીની વાત લખવામાં આવી હતી.
આ આર્ટિકલ પર કૈફ નારાજ થયા હતાં અને તેમણે કૈફે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કેટલા પ્રાઈમ ટાઈમ જર્નાલિસ્ટ એસી અથવા એસટીના છે. તમારી સંસ્થામાં કેટલાં સિનીયર એડિટર એસટી/એસસીના છે. મોહમ્મદ કૈફે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર રમત-ગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં જાતિની બધી જ બધાઓને તોડે છે. જ્યાં ખેલાડીઓ એકજૂથ થઈને રમે છે. પરંતુ આપનું પત્રકારત્વ નફરત ફેલાવે છે.
How many prime time journalists are SC or ST or for that matter how many senior editors in your organisation are SC or ST. Sports is perhaps one field which has successfully broken barriers of caste,players play with inclusiveness but then we have such journalism to spread hatred https://t.co/ludDNpPi3x
— Mohammad Kaif (@MohammadKaif) July 29, 2018
આર્ટિકલ મુજબ ટેસ્ટ સ્ટેટ્સ મેળવવા માટે 86 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં 290 ખેલાડીઓમાં ફકત 4 ખેલાડી જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે.
