Not Set/ આવતીકાલે અંગારકી સંકષ્ટ ચોથ : જાણો પવિત્ર દિવસે કેવી રીતે મેળવશો વિઘ્નહર્તાની કૃપા

અમદાવાદ, દરેક શુભપ્રસંગે જેમની પ્રથમ પૂજા થાય છે, તેવા વિઘ્નહર્તા દેવ ની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે અંગારકી સંકષ્ટ ચોથ આવતીકાલે છે. જેને લઈને આવતીકાલે ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે આવતીકાલે રાત્રે 9:40 કલાકે ચંદ્રોદય થશે. અંગારકી સંકષ્ટ ચોથ કર્યાનુ ફળ શ્રદ્ધાળુઓને ચોક્કસ મળે છે. આવતીકાલે વિક્રમ સંવત 2074ની ત્રીજી અને અંતિમ અંગારકી […]

Gujarat India Trending Navratri 2022

અમદાવાદ,

દરેક શુભપ્રસંગે જેમની પ્રથમ પૂજા થાય છે, તેવા વિઘ્નહર્તા દેવ ની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ એટલે કે અંગારકી સંકષ્ટ ચોથ આવતીકાલે છે. જેને લઈને આવતીકાલે ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે આવતીકાલે રાત્રે 9:40 કલાકે ચંદ્રોદય થશે.

અંગારકી સંકષ્ટ ચોથ કર્યાનુ ફળ શ્રદ્ધાળુઓને ચોક્કસ મળે છે. આવતીકાલે વિક્રમ સંવત 2074ની ત્રીજી અને અંતિમ અંગારકી સંકષ્ટ ચોથ છે. હવે પછીની અંગારકી સંકષ્ટ ચોથ વિક્રમ સંવત 2075ના માગસર મહિનામાં એટલે કે 25 ડિસેમ્બરે આવશે. અંગારકી સંકષ્ટ ચોથ એ ભગવાન ગણેશની સાધના અને આરાધના કરવાનો અનેરો દિવસ છે. વિઘ્નહર્તા દેવ ના ભક્તો આ દિવસે તેમની ઉપાસના કરીને આશીર્વાદ મેળવી શકે છે.

ગણેશજીની ઉપાસના માટે આ દિવસ વિશિષ્ટ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશયોગ, ગણપતિ અથર્વશીર્ષ, સંકટનાશ ગણેશસ્તોત્ર કરશે. જ્યોતિષશાસ્ત્રીઓના મતે આ દિવસે શક્ય હોય તેટલી વધુ વખત ઓમ ગણગણપતેય નમઃ નો પાઠ કરવો જાઈએ. એવુ માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિના કાર્યમાં વિઘ્નો કે મુશ્કેલી નડતી હોય તો તે વ્યક્તિએ શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવી જાઈએ, તેનાથી તે વ્યક્તિના વિઘ્નો ચોક્કસ દૂર થાય છે. અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર શ્રદ્ધાળુઓના આસ્થાનુ કેન્દ્ર છે. આવતીકાલે અંગારકી સંકષ્ટ ચોથને ધ્યાનમાં રાખી આ મંદિર સવારે 3 વાગ્યે ખુલશે. સવારે 3:05 કલાકે આરતી કરાશે, સંધ્યા આરતી સાંજે 6:00 કલાકે થશે અને રાત્રે 11 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે.