- અમદાવાદમાં 145 માઇક્રો કન્ટેનમેન્ટઝોન અમલી…
- કોર્પોરેશન દ્વારા નવા 18વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા…
- થલતેજ વિસ્તારના 3 અને સરખેજના 1 વિસ્તારને માઇક્રો કોન્ટેનમેન્ટઝોન માંથી દૂર કર્યો…
- સૌથી વધુ સાઉથ બોપલના ગાલા એરિયામાં કોરોનાના વધુ કેસ..
- ગાલા એરિયાના 260 મકાનો માઇક્રો કોન્ટેનમેન્ટઝોનમાં…
- ગાલા એરિયાના 780 લોકોને રખાયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં..
- અમદાવાદમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારોમાં વધુ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
રાજ્યમાં એક તરફ ગરમી અને બીજી તરફ કોરોનાએ માથુ ઉચક્યું છે. ત્યારે જો રાજ્યમાં સૌથી વધુ કેસની વાત કરીએ તો તે અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ગઇ કાલની વાત કરીએ તો સૌથી વધુ 443 કેસ નોંધાયા હતા. ઉપરાંત શહેરમાં 145 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલીમાં મુકાયા છે.
જાહેરાત / ભાજપનાં SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, જાણો કોને મળ્યુ સ્થાન?
અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા 18 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. વળી થલતેજ વિસ્તારનાં 3 અને સરખેજનાં 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામા આવેલ છે. શહેરમાં સૌથી વધુ સાઉથ બોપલનાં ગાલા વિસ્તારમાં કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ગાલા વિસ્તારનાં 260 મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ વિસ્તારનાં લગભગ 700 થી વધુ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પશ્ચિમ વિસ્તારોમાં છે.
World Water Day / પાણીનાં મહત્વને સમજાવવા દર વર્ષે 22 માર્ચે ઉજવાય છે આ ખાસ દિવસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં નવા કેસ 1500 થી વધુ નોંધાયા છે. વળી આ સામે કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યા 989 છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. અહી 443 કેસ નોંધાયા છે. વળી રાજ્યમાં 24 કલાકમાં 7 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોનાનાં એેક્ટિવ કેસ 7,321 છે. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે, ગુજરાત રાજ્ય કોરોના પર કાબુ કેટલા સમયમાં મેળવી શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
