ઉત્તરાખંડના નવા નિયુક્ત મુખ્યમંત્રી તિરથસિંહ રાવત તેમના ચિત્ર વિચિત્ર નિવેદન માટે જાણીતા બન્યા છે. ‘ફાટેલી જીન્સ’ પછી અમેરિકાએ ભારતને 200 વર્ષ ગુલામ રાખ્યું છે. જેવા નિવેદન દ્વારા તેમણે પોતની બુદ્ધિ માત્તાનું પણ પ્રદશન કર્યું છે. હવે તેમનુ વધુ એક વિવાદાસ્પદ નવું નિવેદન બહાર આવ્યું છે.
તેમણે કહ્યું કે, ગરીબ પરિવારો કે જેઓ કોરોના સમયગાળા દરમિયાન અનાજ અંગે ચિંતિત હતા, જો તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર દ્વારા વધુ અનાજ વહેંચવામાં આવે તો તેઓએ 20 બાળકો પેદા કરવા જોઈએ.
રાજ્યના રામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તિરથસિંહ રાવતે કહ્યું કે, “દરેક ઘરને 5 કિલો રાશન આપવામાં આવ્યું હતું. જેમની પાસે 10 બાળકો હતા તેમને 50 કિલો, અને 20 સભ્યો હતા તેમને એક ક્વિન્ટલ રાશન આપવામાં આવ્યું હતું. કેટલાકને ઈર્ષ્યા થઈ. જે પરિવારમાં માત્ર બે સભ્યો હતા તેમને માત્ર 10 કિલો જ અનાજ મળ્યું છે. તે કેવી રીતે ઈર્ષા કરે છે? જ્યારે સમય હતો ત્યારે તમે 2 કેમ જ બાળકો પેદા કર્યા ? તમે કેમ 20 ના કર્યા ?
#WATCH हर घर में पर यूनिट 5 किलो राशन दिया गया।10 थे तो 50 किलो, 20 थे तो क्विंटल राशन दिया। फिर भी जलन होने लगी कि 2 वालों को 10 किलो और 20 वालों को क्विंटल मिला। इसमें जलन कैसी? जब समय था तो आपने 2 ही पैदा किए 20 क्यों नहीं पैदा किए: उत्तराखंड CM मुख्यमंत्री तीरथ सिंह रावत pic.twitter.com/cjh2hH5VKh
— ANI_HindiNews (@AHindinews) March 21, 2021
ભારતમાં કોરોના પહોંચ્યા પછી, જ્યારે દેશમાં કડક લોકડાઉન થયું હતું, ત્યારે અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ હતી અને કરોડો લોકોને ભૂખમરો સંકટ સહન કરવું પડ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશનનું વિતરણ કર્યું હતું અને ઘરના દીઠ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અને એક કિલો કઠોળ આપવામાં આવ્યું હતું.
