Jharkhand News: ઝારખંડના દુમકા જિલ્લામાં શનિવારે એક 26 વર્ષીય મહિલાએ કથિત રીતે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. મૃતક મહિલાની ઓળખ સેન્દો દેવી તરીકે થઈ છે, જે બાગઝોપાની રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે દશેરાના અવસરે મહિલાને સાડી ન આપવાને કારણે તે તેના પતિથી નારાજ હતી.
એક પોલીસ અધિકારીએ કહ્યું, “મહિલાએ દશેરા માટે નવી સાડી માંગી હતી, પરંતુ તેનો પતિ ટ્રેક્ટર ડ્રાઈવર છે અને તે સાડી ખરીદવામાં અસમર્થ હતો. તેથી જ તેણે (મહિલા) આ પગલું ભર્યું.” તેણે કહ્યું કે મહિલાને બે બાળકો છે, જે સગીર છે. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:બંગાળીઓ માટે હિલ્સા માછલી કેમ આટલી ખાસ છે? બાંગ્લાદેશની કૂટનીતિને સમજો
આ પણ વાંચો:બાંગ્લાદેશમાં ટી-શર્ટ પહેરીને બીચ પર જવાની ભયાનક સજા, લાકડીઓથી માર મરાય છે તો ક્યાંક સીટ-અપ્સ
આ પણ વાંચો:રશિયાએ બાંગ્લાદેશ પાસેથી રૂ. 5300 કરોડનું વ્યાજ માંગ્યું: અદાણીએ પણ 6700 કરોડ રૂપિયા ચૂકવવા પડશે
