વડોદરાની એમ.એસ. યુનિવર્સીટી અવાર નવાર વિવાદોને લઈને ચર્ચામાં આવતી હોય છે. યુનિવર્સીટીમાં આજે સેનેટની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના નેતાએ સેનેટ સભ્ય પર આક્ષેપો સાથે પોતાનો રોષ કુલપતિ સમક્ષ ઠાલવ્યો હતો. રોષ ઠાલવ્યા બાદ કોંગ્રેસના નેતાએ વાર્ષિક બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું.
આ પણ વાંચો: શા માટે વડોદરામાં બોલાવવી પડી તાકીદની બેઠક?
વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની વાર્ષિક બેઠક આજે યુનિવર્સીટીના કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઈ હતી. ત્યાએ યુનિવર્સીટીની બેઠકમાં વડોદરાના નવીન મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યા હતા. એમએસ. યુનિવર્સીટીની વાર્ષિક બેઠક શરુ થતા જ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે સેનેટ મેમ્બર સામે આક્ષેપો સાથે રોષ વ્યકત કરી કુલપતિ સામે રોષ ઠાલવ્યો હતો. ત્યારે સેનેટ સભ્ય સામે રોષ ઠાલવ્યા બાદ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના નેતા દ્વારા જે આક્ષેપ સેનેટ સભ્ય પર કરવામાં આવ્યા છે તે બાબતે સેનેટ સભ્યને પુછતા સેનેટ સભ્યે આક્ષેપોને નકાર્યા હતા.
