Gujarat Weather News: ગુજરાત(Gujarat)માં એક-બે અઠવાડિયાથી ગરમીનો પારો વધી રહ્યો છે. સવારથી મોડી સાંજ સુધી ઠંડી (Cold) અને પવન ફૂંકાય છે, રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં આવું વાતાવરણ જોવા મળ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે નલિયા સૌથી ઠંડુ શહેર હતું જ્યાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી અને પોરબંદરમાં લગભગ 15 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી નોંધાયું હતું. જોકે આ તાપમાન સવારનું હતું.
સવાર અને બપોરના તાપમાન વચ્ચે 2 થી 4 ડિગ્રીનો તફાવત હોય છે. ફેબ્રુઆરી પહેલા એકવાર માવઠું આવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ઠ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:ઉતરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ શું કહ્યું ? પવનની ગતિ કેવી રહેશે ?
આ પણ વાંચો:ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ
આ પણ વાંચો: પહાડોમાં હિમવર્ષા વધી, દિલ્હી સહિત ઉત્તર ભારતના હવામાનની સ્થિતિ જાણો
