Not Set/ નક્સલીઓના ગઢમાંથી નીકળશે પહેલી મહિલા ડોક્ટર

છત્તીસગઢનો સુકમા જિલ્લો હંમેશા નક્સલીઓના આતંકના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે આ જિલ્લો હોનહાર પુત્રી માયા કશ્યપ ના કારણે ચર્ચામાં છે. હકીકતમાં, સુકમા જિલ્લાના દોરનાપાલ ની રહેવાસી માયા કશ્યપને એમબીબીએસ માં પ્રવેશ મળી ગયો છે. પ્રવેશ મળ્યા બાદ તેણી દોરનાપાલ ની પહેલી ડોક્ટર બનવાની છે. માયાનો પરિવાર આર્થિક તંગી માંથી ગુઝરી રહ્યો છે. તેમ છતાં […]

Top Stories India

છત્તીસગઢનો સુકમા જિલ્લો હંમેશા નક્સલીઓના આતંકના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે આ જિલ્લો હોનહાર પુત્રી માયા કશ્યપ ના કારણે ચર્ચામાં છે. હકીકતમાં, સુકમા જિલ્લાના દોરનાપાલ ની રહેવાસી માયા કશ્યપને એમબીબીએસ માં પ્રવેશ મળી ગયો છે. પ્રવેશ મળ્યા બાદ તેણી દોરનાપાલ ની પહેલી ડોક્ટર બનવાની છે.

માયાનો પરિવાર આર્થિક તંગી માંથી ગુઝરી રહ્યો છે. તેમ છતાં માયાએ ડોક્ટર બનવાનું લક્ષ્ય છોડ્યું નહિ, અને મહેનત કરી. તેણી પોતાની સફળતાથી ખુબ ખુશ છે. માયાની બહેને જણાવ્યું કે પિતાના મૃત્યુ બાદ અમારો પરિવાર આર્થિક પરેશાની સામે ઝઝૂમી રહ્યો છે. બધી પરેશાનીઓ ઉઠાવ્યા બાદ માયા ખુબ દ્રઢતાથી પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે આગળ વધતી રહી. તેણી હિમ્મત ન હારી, પરિવાર એની સફળતા પર બેહદ ખુશ છે.

જણાવી દઈએ કે માયાએ જૂનમાં થયેલી નીટ પરીક્ષા પાસ કરી લીધી હતી. નીટ પરીક્ષા પાસ કરીને મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મળી શકે છે. માયા એક સરકારી સ્કૂલની વિદ્યાર્થીની છે. મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં દોરનાપાલ થી કોઈ પણ એમબીબીએસ ડોક્ટર નીકળ્યો નથી. આ ઉપલબ્ધી માયાને મળશે. વર્ષ 2023માં અંબિકાપુર મેડિકલ કોલેજમાંથી તેણીનું એમબીબીએસ પૂરું થશે.

માયાના પરિવારનું માનવામાં આવે, તો મેડીકલમાં સીટ મેળવવી માયા માટે સરળ નહતું. આના માટે તેણીએ ખુબ સંઘર્ષ કર્યો. જયારે તેણી છઠ્ઠા ધોરણમાં હતી, ત્યારીના પિતાનું નિધન થઇ ગયું હતું.

માયાએ જણાવ્યું કે મારુ લક્ષ્ય હતું કે હું એમબીબીએસ માં પ્રવેશ મેળવીને દેશની સેવામાં ખુદને સમર્પિત કરું. મેં હંમેશા એક ડોક્ટર બનવાનું સપનું જોયું હતું, જે હવે પૂરું થવાનું છે.